Gujarat News:ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી માટે શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં યોજાશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેના કારણે પોલીસ ભરતીની (Police recruitment) તૈયારી કરતાં ઉમેદવારો પાસે શારીરિક કસોટીની (Physical test) તૈયારી માટે એક મહિના કરતાં ઓછો સમય બચ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉમેદવારો 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2025 દરમિયાન પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ અંગેની વિગતવાર જાહેરાતો/સૂચના 3 ડિસેમ્બર, 2025 ના રોજ https://ojas.gujarat.gov.in પર પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજીઓ https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૬ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) December 11, 2025
ગુજરાત પોલીસ ખાલી જગ્યાઓની વિગતો
બિન હથિયારી PSI – 659
હથિયારી PSI – 129
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 6942
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 2458
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) – 3002
જેલ સિપાહી (પુરુષ) – 300
જેલ સિપાહી (મહિલા) – 31
કુલ ખાલી જગ્યાઓ: 12,733
આ પણ વાંચો:યુવાનોનું ‘ખાખી’ પહેરવાનું સપનું થશે પૂર્ણ, ગુજરાત પોલીસમાં 13,591 પોસ્ટ પર ભરતી
