Gujarat News: ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) જણાવ્યું છે કે, છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના 31,834 આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ થયું છે.
અન-લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો 30 વર્ષનો ડેટાબેઝ તપાસી આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોનું વેરીફીકેશન કરાયું.
[fvplayer id=”268″]
4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે
બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે. 4,506 આરોપીઓ (Accused) ગુજરાત રાજ્ય (Gujarat) બહારના છે, એમ પણ વિકાસ સહાયે જણાવ્યું હતું.
છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સઘન વેરીફિકેશન
ગુજરાત એટીએસ (ATS) દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વો (Anti-national elements)ને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા.
કામગીરી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવા તાકીદ કરી
રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, વિકાસ સહાયે તા. 17મી નવેમ્બરે એક મહત્વની બેઠક યોજીને તમામ શહેર/જિલ્લાના પોલીસ વડાઓને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સઘન વેરીફિકેશન કરીને ડોઝિયર તૈયાર કરવાની કામગીરી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આ પરિણામલક્ષી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે (Gujarat Police) છેલ્લા 30 વર્ષના ડેટાબેઝ (Database)ની તપાસ કરીને કુલ 31,834 આરોપીઓનું ઘરે-ઘરે જઈને ચેકિંગ કર્યું છે.
આ વેરીફિકેશન પ્રક્રિયામાં મુખ્યત્વે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાઓ અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (TADA), NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેક ઇન્ડિયન કરન્સી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસે આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોની પૂછપરછ કરી છે.
3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા, નવા સરનામા આધારે પણ ચેકીંગ કાર્યવાહી કરાશે
વિકાસ સહાયે જણાવ્યું કે, ચેક કરવામાં આવેલા કુલ 31,834 આરોપીઓ પૈકી 11,880 આરોપીઓ એટલે કે અંદાજિત 37 ટકા આરોપીઓ મળી આવ્યા હતા, જે તમામના ડોઝિયર ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તે ઉપરાંત 2,326 આરોપીઓ હવે હયાત નથી. 3,744 આરોપીઓએ પોતાના સરનામા (Address) બદલી નાખ્યા છે, તેમના નવા સરનામા આધારે ત્યાં જઈને પણ ચેકીંગ કાર્યવાહી કરાશે. 4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે.
ચેકિંગનું પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ
ગુજરાત પોલીસ દ્વારા ચેકિંગનું પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વિકાસ સહાયે જણાવ્યું હતું કે, હવે બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે, જેથી રાષ્ટ્રવિરોધી તત્વો પર કાયમી ધોરણે મજબૂત નિયંત્રણ રાખી શકાય.
આ પણ વાંચો: સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી 1,000 ની લાંચ લેતા ટ્રાફિક કોન્સ્ટેબલ ઝડપાયો
આ પણ વાંચો: વડોદરામાં નશામાં ધૂત નબીરાની હરકત, યુવતીને ટક્કર બાદ ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી
આ પણ વાંચો: હિંમતનગરમાં યોજાયેલ નવરાત્રિ મહોત્સવમાં ટ્રાફિક જામ, આયોજકોની ગંભીર બેદરકારી આવી સામે

