Himmatnagar News:ગુજરાતના દરેક શહેરમાં નવરાત્રી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે,પરંતુ આ વખતે હિંમતનગરમાં (Himmatnagar) ટ્રાફિક જામના (Traffic jam) કારણે નવરાત્રી મહોત્સવના રંગમાં ભંગ પડ્યો છે. કાંકણોલ નજીક સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા “માનો માંડવો” નવરાત્રી મહોત્સવના કારણે બીજા દિવસે સર્વિસ રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.
સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા નવરાત્રી મહોત્સવ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. યુવાનો, પરિવારો અને દૂર-દૂરથી ગરબા રમવા માટે આવેલા નવરાત્રી ઉત્સાહીઓને લઈ જતા વાહનોના ધસારાને કારણે સર્વિસ રોડ પર ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પૂરતી વ્યવસ્થાના અભાવે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે નેશનલ હાઇવે નજીકનો વિસ્તાર લગભગ થંભી ગયો હતો. સર્વિસ રોડ પરથી પસાર થવું એટલું મુશ્કેલ બન્યું હતું કે ઘણા લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા.
આ ઘટનાએ ઉત્સવના આયોજકોની ગંભીર બેદરકારી છતી કરી છે. ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ સુવિધાઓ અથવા ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ ચોક્કસ યોજના માટે પૂરતા પોલીસ કર્મચારીઓ પૂરા પાડવામાં આવ્યા ન હોવાનું બહાર આવ્યું છે.આયોજકોએ ફક્ત ભીડ આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓના ઉકેલ માટે કોઈ પગલાં લીધા નથી. સર્વિસ રોડ પરની આ પરિસ્થિતિ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ અસર કરી રહી છે. ટ્રાફિક જામને કારણે હાઇવે પર વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી ગયું છે. “જો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે?” જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો નવરાત્રિના બાકીના દિવસોમાં આ પરિસ્થિતિ વધુ વણસી શકે છે.સ્થાનિક પોલીસ વહીવટીતંત્રને નવરાત્રિ દરમિયાન ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા
આ પણ વાંચો:સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતમાં 7નાં થયા મોત
આ પણ વાંચો:સાબરકાંઠામાં વહેલી સવારે અકસ્માતમાં 4 યુવાનોના મોત
