Sabarkantha News: સાબરકાંઠા(Sabarkantha)માં વહેલી સવારે થયેલા અકસ્માત(Accident)માં ચાર યુવાનોના મોત થયા છે. બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત (Death) નિપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત લાંબડિયાથી કોટડા રોડ પર નવા મોટા ગામ પાસે થયો હતો. બાઇક વચ્ચે સામસામે ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ રીતે, આ દુ:ખદ અકસ્માતમાં ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા. માહિતી મળ્યા બાદ ખેરોજ પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4નાં મોત
આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત
