Valsad News: વલસાડ(Valsad)ના તિથલ(Tithal)માં અનોખી દોડ યોજાઈ છે. દરિયા કિનારે સાડી રન (Saree Run)નું આયોજન કરાયું હતું, દોડમાં ભારતીય પરિવેશના સંદેશ સાથે આયોજન કરાયું હતું. રાજ્ય યોગ બોર્ડ, વલસાડ નગરપાલિકા દ્વારા દોડનું આયોજન કરાતા મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો છે અને એક ભારતીય મહિલા ભારતીય પોશાકમાં પણ વિશ્વનું કોઈપણ અશક્ય કાર્ય કરી શકે છે. આ કાર્યને સફળ બનાવવા માટે, વલસાડ બધી બહેનોને આ સાડી દોડમાં ભાગ લેવા આમંત્રણ આપે છે. આ સાડી દોડમાં ભાગ લેવા માટે નોંધણી કરાવવી જરૂરી છે. દરેક વિજેતાને મેડલ અને ઇનામ આપવામાં આવશે.

તિથલના કિનારે સાડી પહેરીને મહિલાઓએ ઉમંગભેર દોડ લગાવી સફળતા મેળવવા ગમે તેવા અઘરા કાર્યો કરી શકે છે તેમ સંદેશો અપાયો હતો. સંસ્કૃતિના જતનનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. સફળતા મેળવવા વસ્ત્રો બદલવા જરૂરી નથીના સંદેશ સાથે આયોજન કરાયું હતું. સાડી પહેરીને મહિલાઓ કોઇ પણ કામ કરી શકે છે તેમ સૂત્ર આપ્યું હતું.
આ પણ વાંચો:વલસાડમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન! બિલ્ડર સામે તપાસ
આ પણ વાંચો:વલસાડના 108ના કર્મચારીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
આ પણ વાંચો:વલસાડમાં બાળકોને અપાતા ભોજન અને નાસ્તાનું અનાજ સડેલું જોવા મળ્યું
