Valsad News: વલસાડમાં 108ના કર્મચારીઓ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. માનસી પટેલ નામની કર્મચારી પારડીમાં ઇએમટીમાં ફરજ બજાવતી હતી. માનસીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. માનસી પટેલે ચાલુ ફરજ દરમિયાન આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આમ 108ની કર્મચારીને 108 મારફતે જ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
માનસી પટેલ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. તેણે આ સ્યુસાઇડ નોટમાં પ્રોગ્રામ મેનેજર અને ઇએમઇ પર ત્રાસનો આરોપ મૂક્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેની વારંવાર બદલી કરીને તેને ત્રાસ આપવામાં આવતો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 108ની જ કર્મચારીઓ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાને લઈને ચકચાર મચી ગઈ છે.
આ પહેલાં વલસાડમાં મહિલા પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનાર મહિલા પોલીસકર્મીએ દરિયામાં કુદી આપઘાત કર્યો હતો. મહિલા સીટી પોલીસમાં ફરજ બજાવતી હતી. પૂજા નામની મહિલા પોલીસકર્મીની આત્મહત્યાએ ચકચાર જગાવી હતી. કોન્સ્ટેબલે તિથલ દરિયા કિનારે કૂદીને કરી આત્મહત્યા કરી હતી.
તેના પૂર્વે વલસાડમાં યુવાને ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન નીચે છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જેને પગલે ઘટનાસ્થળે કમકમાટીભર્યા દર્શ્યો જોવા મળ્યા હતા. આપઘાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વલસાડ/ સબજેલમાં હત્યાના આરોપીએ જેલમાં જ કરી આત્મહત્યા
આ પણ વાંચો: વલસાડ/ સબજેલમાં હત્યાના આરોપીએ જેલમાં જ કરી આત્મહત્યા
