Valsad News: વલસાડ(Valsad)ના પ્રખ્યાત બિલ્ડર દિપેશ ભાનુશાળીના નિવાસસ્થાને આવકવેરા વિભાગે (Income Tax Department) મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી છે, જેમાં 544 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વલસાડમાં આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં 544 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. વાપી (Vapi), વલસાડ અને સુરત(Surat)ની 16 ટીમો શોધમાં જોડાઈ હતી.
દીપેશ ભાનુશાળીના ઘરેથી 100 કરોડ રૂપિયાના દસ્તાવેજો મળી આવ્યા છે. દીપેશના ભાગીદાર જગદીશ સેઠિયા પાસેથી પણ 100 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો(Unauthorised Transactions)ની વિગતો મળી આવી છે. બિપિન બિલ્ડર પાસેથી 50 કરોડ રૂપિયા અને રાજેશ રાઠોડ પાસેથી 40 કરોડ રૂપિયાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એડવોકેટ વિપુલ કાપડિયાની ઓફિસમાંથી પણ 200 કરોડ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે, જ્યારે રાકેશ જૈનની ઓફિસમાંથી 4 કરોડ રૂપિયા અને ઘોરદરાની ઓફિસમાંથી 20 કરોડ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે.
દીપ સિંહ ઠાકોરની ઓફિસમાંથી 20 કરોડ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે. એવી શંકા છે કે વકીલની ઓફિસમાં મળેલા વ્યવહારો અન્ય બિલ્ડરોના છે. વાપીના આર્કિટેક્ટ મનીષ શાહના ચાર લોકરમાંથી 2.25 કરોડ રૂપિયાનું સોનું અને 17.5 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. સંપૂર્ણ તપાસ બાદ કરચોરીનો ખુલાસો થઈ શકે છે. તપાસ ટીમે વલસાડ અને વાપીમાં જાણીતા બિલ્ડરો, જમીન વિકાસકર્તાઓ, વકીલો અને આર્કિટેક્ટ્સના પરિસરમાં દરોડા પાડ્યા હતા.
વાપી તપાસ ટીમના વડા આર.પી. મીણા આ કાર્યવાહીનું નેતૃત્વ કરી રહ્યા છે. દિપેશભાઈ ભાનુસાળી અને તેમના ભાઈ હિતેશભાઈ ભાનુસાળી અને તેમના ભાગીદાર જગદીશ સેઠિયાની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગની ટીમોએ આ વ્યક્તિઓના કાર્યાલયો અને રહેઠાણો તેમજ તેમના ખાતાના પુસ્તકો, વ્યવસાયિક રેકોર્ડ અને વ્યક્તિગત મિલકતો પર વિગતવાર તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:આવકવેરા વિભાગના ડોસાણી ગ્રૂપ પર ધામા! બેનામી વ્યવહારો, કરચોરી પકડાવાની સંભાવના
આ પણ વાંચો:રાજકોટના બિલ્ડરના 700 કરોડના બેનામી વ્યવહારોથી ચકચાર
આ પણ વાંચો:મોરબીના તીર્થક ગ્રુપ પર આઇટીના દરોડા, મોટાપાયા પર બેનામી વ્યવહારોની શંકા
