Gujarat News/ ક્ષત્રિય યુવાનો હવે કેસ મુક્ત! પદ્માવત આંદોલનના 11 કેસો સરકારે ખેંચ્યા પરત, જાણો કયા કયા કેસોમાં મળી માફી

ગુજરાત સરકારે પદ્માવત ફિલ્મ વિરોધ પ્રદર્શન સમયે ક્ષત્રિય યુવાનો (Kshatriya Samaj) પર થયેલા 11 પોલીસ કેસો પરત ખેંચી લીધા છે. મહેસાણા કોર્ટે આ અંગે મંજૂરી આપી છે.

Gujarat Top Stories
Kshatriya Samaj Case Withdrawal

Kshatriya Samaj Case Withdrawal: વર્ષ 2017-18માં સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય યુવાનો પર થયેલા પોલીસ કેસોમાં આખરે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓની સતત રજૂઆત અને મહેનત રંગ લાવી છે, જેના ફળસ્વરૂપે મહેસાણા અને વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના કુલ 11 કેસો પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે.

અસ્તિત્વની લડાઈમાં મળી સફળતા

ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને ઈતિહાસના કથિત ખોટા ચિત્રણ સામે થયેલા આંદોલન વખતે અનેક યુવાનો કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા હતા. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ અને વિવિધ સંગઠનોએ જૂલાઈ 2025માં સરકાર સમક્ષ આ કેસો પરત ખેંચવા મક્કમ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે હકારાત્મક અભિગમ અપનાવતા આખરે સફળતા મળી છે.

Kshatriya Samaj Case Withdrawal

કયા કેસો પરત ખેંચાયા?

સરકારે મહેસાણા સેશન્સ કોર્ટમાં રજૂઆત કરીને પાટીદાર આંદોલન સમયના કુલ 11 કેસો પરત ખેંચવાની મંજૂરી મેળવી લીધી છે. આ કેસોમાં મહેસાણા પોલીસ સ્ટેશન હેઠળના ૫ અને વિજાપુર (મહુડી) પોલીસ સ્ટેશન હેઠળના 6 કેસોનો સમાવેશ થાય છે, જે સેશન્સ કેસ નં. 54-2018 થી 136-2023 સુધીના હતા. જોકે, અમદાવાદ ખાતે નોંધાયેલા કેસો હજુ પણ પેન્ડિંગ છે અને તેની પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

આગેવાનોની મહત્વની ભૂમિકા

આ લડાઈમાં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળે સરકાર સાથે વાટાઘાટો કરી હતી. આ સાથે રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા અને અશ્વિનસિંહ સરવૈયા સહિતના અગ્રણીઓએ પણ પૂરતો સાથ આપ્યો હતો. કાયદાકીય પ્રક્રિયામાં મહેન્દ્રસિંહ જાડેજા અને જયદેવસિંહ ચાવડાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

Kshatriya Samajના અગ્રણીઓએ સરકારનો માન્યો આભાર

કેસ પરત ખેંચાતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. અગ્રણીઓએ જણાવ્યું કે, આ આંદોલન કોઈ સરકાર સામે નહીં પરંતુ સમાજની સંસ્કૃતિને લાંછન લગાડતી ફિલ્મ સામે હતું. પાટીદાર સમાજ પરના કેસો પરત ખેંચાયા બાદ ક્ષત્રિય સમાજ પણ આ મામલે સક્રિય થયો હતો, જેમાં આજે મોટી જીત મળી છે.


આ પણ વાંચો:  ઓબીસી અનામત પછી ક્ષત્રિય સમાજે કરી અનામતની માંગ !

આ પણ વાંચો: રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત 5 વિરૂદ્ધ ફરિયાદ

આ પણ વાંચો: રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ નોંધાઇ FIR