Ahmedabad News/ સોમનાથ મંદિર અને અમદાવાદ ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્કવોડનું સઘન ચેકિંગ

Gujarat Bomb Threat: ગુજરાતમાં ધમકીભર્યો ઈમેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. સોમનાથ મંદિર અને અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય સહિત અનેક સ્થળોને નિશાન બનાવવાનો ઉલ્લેખ થતાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું.

Top Stories Ahmedabad Gujarat
Gujarat Bomb Threat: ધમકીભર્યો ઈમેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ગુજરાતમાં મહત્વના સ્થળોને નિશાન બનાવવાની ધમકીભર્યો ઈમેઇલ (Gujarat Bomb Threat) મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ધમકીભર્યા સંદેશમાં સોમનાથ મંદિર ઉપરાંત અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય સહિત અનેક સ્થળો અને વ્યક્તિઓને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Gujarat Bomb Threat: સોમનાથ મંદિર સહિત અનેક સ્થળોનો ઉલ્લેખ

મળતી માહિતી મુજબ, અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા ઈમેઇલમાં ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈમેઇલમાં સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપની સેન્ટ્રલ ઓફિસ, પોલીસકર્મીઓ અને રૉ જેવી સુરક્ષા એજન્સીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનો દાવો પણ ઈમેઇલમાં કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ભાજપ કાર્યાલયમાં તાત્કાલિક ચેકિંગ

ધમકીભર્યા ઈમેઇલની માહિતી મળ્યા બાદ અમદાવાદ શહેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ખાનપુર વિસ્તારમાં આવેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. તકેદારીના ભાગરૂપે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી સમગ્ર પરિસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં

ચેકિંગ દરમિયાન શહેર ભાજપ કાર્યાલયમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે. શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ખાંભલાના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો ઈમેઇલ મળ્યા બાદ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી.

ધમકી મોકલનારની શોધખોળ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈમેઇલની વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે. ધમકી પાછળ કોણ છે અને ઈમેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. સોમનાથ મંદિર અને અન્ય ઉલ્લેખિત સ્થળોની સુરક્ષા અંગે પણ તકેદારી વધારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો: કોર્ટને બોમ્બ ધમકી, ચેન્નઈથી 2 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો: કોલકાતા-શિલોંગ ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ ધમકી, મુસાફરોને ઉતારાયા તાત્કાલિક

આ પણ વાંચો: વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં