Kolkata News: શનિવારે સવારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શિલોંગ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E3074માં બોમ્બ (Bomb Threat)હોવાની ધમકી મળતાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ઇન્ડિગોની ફ્લાઇટ 6E3074 સવારે 9:15 વાગ્યે કોલકાતાથી શિલોંગ જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી. આ દરમિયાન, ક્રૂ મેમ્બર્સને ટોઇલેટ કમ્પાર્ટમેન્ટમાં એક શંકાસ્પદ કાગળનો ટુકડો મળ્યો, જેમાં “બોમ્બ” લખેલું હતું. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓએ ત્યારબાદ ઇન્ડિગો ફ્લાઇટની તપાસ શરૂ કરી. હાલમાં બધા મુસાફરો સુરક્ષિત છે.

બોમ્બ (Bomb Threat)હોવાની અફવા
આ ઘટના અંગે કોલકાતા એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “કોલકાતાથી શિલોંગ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E3074 માં બોમ્બ (Bomb Threat)હોવાની અફવા ફેલાઈ છે, જે સવારે 9:15 વાગ્યે કોલકાતા એરપોર્ટથી ઉપડવાની હતી. વિમાનને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું છે.

બોર્ડિંગ દરમિયાન, ક્રૂ મેમ્બર્સને વિમાનના ટોઇલેટ કમ્પાર્ટમેન્ટની અંદર એક કાગળનો ટુકડો મળ્યો જેમાં લખ્યું હતું કે વિમાનની અંદર બોમ્બ (Bomb Threat)છે. મુસાફરોને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તપાસ ચાલી રહી છે.”
આ પણ વાંચો:મદિનાથી હૈદરાબાદ જનાર ફ્લાઇટમાં ફરી બોમ્બ થ્રેટ, અમદાવાદ એરપોર્ટ પર કરાયું લેન્ડિંગ
આ પણ વાંચો:અમદાવાદથી જેદ્દાહ જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી
આ પણ વાંચો:મારી પાસે બોમ્બ છે કહીને એર ઇન્ડિયાની ફ્લાઇટને માથે લેનાર મુસાફરની પોલીસે કરી ધરપકડ
