બેલ્જિયમના વડાપ્રધાન ચાર્લ્સ મિશેલે પોતાના પદ પરથી રાજીનામું જાહેર કર્યું છે. વડાપ્રધાન ચાર્લ્સ મિશેલે સંસદને સંબોધીને પોતાના રાજીનામાંની ઘોષણા કરી હતી.
Belgium's Prime Minister Charles Michel has announced his resignation from the post
Read @ANI Story | https://t.co/uSpf18Vrb8 pic.twitter.com/GR5dyIDODJ
— ANI Digital (@ani_digital) December 18, 2018
મિશેલે સંસદમાં કહ્યું કે હું રાજીનામાં આપવાનો નિર્ણય લઇ રહ્યો છુ. હવે હું કિંગને સૂચિત કરવા જઈ રહ્યો છુ.સંસદ માંગ કરી રહ્યું હતું કે મિશેલની સરકાર વિશ્વાસ મતનો સામનો કરે પરંતુ તેઓ આ બાબતની મનાઈ કરતા આવ્યા છે.
નેશનલિસ્ટ પાર્ટીએ શરણાર્થીઓ મામલે મિશેલને સમર્થન આપવાની મનાઈ કરી દીધી હતી. તો બીજી તરફ મિશેલનું કહેવું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના શરણાર્થીઓની સમજુતી પર અમલ કરવામાં આવે.
મિશેલના આ કદમ ઉઠાવ્યા પછી બેલ્જિયમને તાત્કાલિક ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરુ કરવી પડશે.
