ગુજરાત/ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત બન્યા છે. જો કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો હોવાથી તેઓ હાલમાં ઘરે જ સારવાર લઈ રહ્યા છે.

Top Stories Gujarat
અગ્ર સચિવ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત
  • રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ
  • મનોજ અગ્રવાલ ઘરે જ લઈ રહ્યા છે સારવાર

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓની સાથે સરકારી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હાલ મળતી માહિતી અનુસાર રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત બન્યા છે. જો કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો હોવાથી તેઓ હાલમાં ઘરે જ સારવાર લઈ રહ્યા છે. આજે સાંજે જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાનાં નોંધાયા નવા 2265 કેસ
ઉલ્લેખનીય છે કે, આજ રોજ ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ સામે આવ્યાં છે ત્યારે ઓમિક્રોનના પણ કુલ કેસો 154 એ પહોંચી ગયા છે. જો કે એમાંય સૌથી વધારે ચિંતાજનક બાબત એ કહેવાય કે આજ રોજ માત્ર અમદાવાદમાં જ કોરોનાનાં નવા 1314 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં આજ રોજ ઓમિક્રોનનાં નવા 2 કેસ નોંધાયા છે. એમાંય સૌથી વધારે કોરોનાનાં આંકડા ચોંકાવનારા છે. જેથી દેશમાં અને રાજ્યમાં હવે સતત ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. જો કે, રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 97.85 ટકાએ પહોંચ્યો છે.

અફઘાનિસ્તાન /  તાલિબાન શા માટે દુકાનોની બહાર મૂકેલા પૂતળાના ગળા કાપી રહ્યું છે..? 

super-poo-stool / તમારી સારવાર બીજાના મળ દ્વારા થશે, ‘મળ દાન’નું ચલણ ઝડપથી વધી રહ્યું છે

Photos / સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન ‘ટકિલા ફીસ’ સાયન્સની મદદથી ફરી જીવિત કરવામાં આવી