Rajkot-Gondal : ગોંડલમાં એક અઠવાડિયા પહેલા પુત્રને તેના પિતાના અવૈધ સંબંધની જાણ થતા પુત્રએ તેના પિતાની પ્રેમિકાને તળાવમાં ફેકીને મોતને ઘાટ ઉત્તારી હતી. ગોંડલના વેરીતળાવમાં એક અઠવાડિયા પહેલાં મળી આવેલી મહિલાની લાશનો ભેદ રાજકોટ રૂરલ LCBએ ઉકેલ્યો છે. મૃતક દીપાબેન સોલંકી (ઉં.વ.25)ની હત્યા તેના પ્રેમી હબીબશા શાહમદારના સગીર પુત્રએ કરી હોવાનું સામે આવ્યું છે. સગીર પુત્રને પિતાના અવૈધ સંબંધની જાણ થતાં તેણે પિતાની પ્રેમિકાને તળાવમાં ધક્કો મારી મોતને ધાટ પહોંચાડી દીધી હતી. જો કે પાઇપલાઇનના વાલ્વમાં યુવતીનું માથું ફસાઇ જતાં 8 દિવસે હત્યાનો ભેદ ખુલ્યો હતો. આ મામલે પોલીસે હત્યાના ખુલાસાઓ કર્યા છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૂળ બગસરાની દીપાબેન 8 વર્ષ પહેલાં રાજકોટના જગદીશ સોલંકી સાથે લગ્ન કરીને રહેતી હતી. બંને વચ્ચે મનમેળ ન રહેતા, એક વખત મારામારી થઇ હતી, જેથી પડોશી હબીબશા (ઉં.વ.45) દીપાબેનને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર બાદ ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ દીપાબેન હબીબશા સાથે રહેવા લાગી હતી. હબીબશા પોતે પરણિત અને 3 સંતાનનો પિતા છે, જે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પત્ની રૂખશાના સાથે તેને છેલ્લા 15 વર્ષથી અબોલા છે. પતિની હરકતો રૂખશાનાને પસંદ ના હોય, બંને એકબીજાથી દૂર રહેતા હતા. દીપા ગોંડલમાં ક્યારેક માંડવીચોક તો ક્યારેક ફુટપાથ અને ક્યારેક હબીબશાની રીક્ષામાં રહેતી હતી. હબીબશા પણ ઘરે ક્યારેક જ જતો, બાકી દિપા સાથે રહેતો હતો. છેલ્લા દોઢ કે 2 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો હતો. અંતે સગીર પુત્રને જાણ થતા પુત્રએ ખેલ પાડ્યો હતો.

વધુમાં, પિતાના સગીર પુત્રને પિતાના અવૈધ સંબંધની જાણ થતાં તે નારાજ થયો હતો. 8 દિવસ પહેલાં હબીબશાનો સગીર પુત્ર દીપાબેનને એક્ટિવા પર બેસાડી વેરીતળાવ લઈ ગયો હતો. જ્યાં તેના પિતાના અવૈધ સંબંધને લઈને દીપાબેન સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા સગીરે દીપાને પાટું મારીને તળાવમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી હતી. તળાવનાં ઉંડા પાણીમાં ધકેલાયેલી દિપાને બચાવનારૂં કોઇ ના હોય ઊંડા પાણીમાં ડૂબી જવાથી દીપાબેનનું મૃત્યુ થયું હતું. તળાવની અંદર કાંઠા પર ગોંડલને પાણી સપ્લાય કરતી ટાંકી હોય, પાણીનાં પ્રવાહમાં દિપાનો મૃતદેહ ખેંચાઇને કોઠા સુધી પહોંચી ગયો હતો. જેથી પાઇપલાઇનના વાલ્વમાં માથુ ફસાઈ જતાં પાણીનો ફોર્સ ઘટી ગયો હતો અને પાણી ધીમું આવતું હતું. જેથી નગરપાલિકાની વોટરવર્કસની ટીમે તપાસ કરતાં 8 દિવસે દિપાની લાશ મળી હતી. આમ ભટકેલી જીંદગી જીવતી દિપા અંતે મોતને ભેટી હતી.
પોલીસે આ મામલે તપાસ કરતા, દિપાના હાથના કાંડા પર જે.ડી તથા દિપા નામનું ટેટુ ચિતરાવેલું હતું. જેના આધારે રાજકોટ રૂરલ LCB PI વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI એચ. સી. ગોહિલ, ASI બાલકૃષ્ણ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ અનીલ ગુજરાતી, ભગીરથ જાડેજા, વાઘા આલ અને મહીપાલ ચુડાસમા સહિતની ટીમે અજાણી લાશનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે સગીર પુત્રની ધરપકડ કરીને આગળની યોગ્ય તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વલસાડના 108ના કર્મચારીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
આ પણ વાંચો: અમદાવાદમાં ઘૃણાસ્પદ ઘટના, પિતાએ 10 વર્ષના બાળકની કરી ક્રૂર હત્યા
આ પણ વાંચો: પ્રેમિકાના નામની મજાક ઉડાવવાના કારણે યુવકની જુહાપુરામાં હત્યા
