Vadodara News : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈ પ્રથમ વિમાન અૃતસર એરપોર્ટ આજે આવી પહોંચશે. અમેરિકાના વાયુસેનાના પ્લેનમાં કુલ 37 ગુજરાતીઓને પણ હકાલ પટ્ટી કરવામાં આવ્યા છે. પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ અમેરિકાથી પરત મોકલાઇ છે. ખુશ્બુ આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે. 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાનું પરિવારે કબુલાત કરી હતી.
ગુજરાતીઓના આ લિસ્ટમાં 12 લોકો તો પાટીદાર છે. પરંતુ બીજી આશ્ચર્યની વાત એ છે કે 37 લોકોના લિસ્ટમાં સૌથી વધુ યુવતીઓનો સમાવેશ થાય છે. એટલે કે 37 જણાના લિસ્ટમાં 19 મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થાય છે. ખુશ્બુનાં પિતા જયંતિ પટેલે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબૂલાત કરી હતી. તેમજ મીડિયાનાં માધ્યમથી ડિપોર્ટની માહિતી મળી હોવાનું જણાવ્યું હતું.
ભારત પાછા મોકલવામાં આવેલા લોકોમાંથી 37 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે. 37માંથી 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. મહેસાણાના વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોરણગના વ્યક્તિઓને ડીપોર્ટ કરાયા છે. હાલ અમેરિકાથી કાઢી મુકાયેલા લોકોના પરિવારજનો મૌન સેવી રહ્યા છે. પરિવારજનો હાલ કેમેરા સામે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી.
આ પણ વાંચો:ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક નહીં, પ્રદૂષણ ફેલાવતા 23 એકમો ધમધમતાં
આ પણ વાંચો:પ્રદૂષણના વધતા જતા સ્તરથી અસ્થમાના દર્દીઓ કેવી રીતે મેળવશો રાહત?
આ પણ વાંચો:પ્રદૂષણ મામલે ઓડ-ઇવન કારને લઈ શું કહ્યું પર્યાવરણ મંત્રીએ
