Ahmedabad News/ પાકમાં રોગ જીવાત અને અતિવૃષ્ટીના સંકેત! અખાત્રીજના પવન પરથી 3-3 નિષ્ણાતોનો ચોમાસાનો વરતારો

આ વર્ષે પવન પશ્વિમ અને નૈરુત્ય દિશામાંથી જોવા મળ્યો છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : પ્રાચીન પરંપરા મુજબ અખાત્રીજના પવન પરથી ચોમાસાનો વરતારો કરવામાં આવે છે. આ દિવસને અક્ષય ત્રતિયા (અખાત્રીજ) વણ જોયા મુહૂર્તનો દિવસ કહેવામાં આવે છે. અખાત્રીજની વહેલી સવારે સૂર્યઉદય પહેલા 96 મિનિટ પવન જોઈને નિરીક્ષણ કરવાનું હોય છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, રજનીકાંત લાલાણી અને નિલેશ વાલાણી દ્વારા ચોમાસાનો વરતારો કરવામાં આવ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે.

તેમના જણાવ્યા અનુસાર, અખાત્રીજનો પરોઢિયાનો પવન ચોમાસા માટે સાનુકૂળ રહ્યો છે. અખાત્રીજનો વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો છે. જેથી વાળી સુકાય નહીં અને વરસાદ આવ્યા કરે. નોંધનીય છે કે, ચોમાસાના વરતારા માટે અખાત્રીજનો પવન જોવામાં આવે છે.હવામાન નિષ્ણાત નિલેશ વાલાણીએ જણાવ્યું કે, આ વર્ષે પવન પશ્વિમ અને નૈરુત્ય દિશામાંથી જોવા મળ્યો છે. જેથી આવતું વર્ષ સારું અને ખેતી પાકોમાં ઉત્પાદન વધુ થાય.

નૈર્ઋત્યનો પવન પણ જોવા મળ્યો છે જેના પરથી પાકમાં રોગ જીવાત અને અતિવૃષ્ટીના સંકેત મળે છે.હવામાન નિષ્ણાત રજનીકાંત લાલાણીએ જણાવ્યું કે, આજે અખાત્રીજનો પવન સવારે ત્રણથી સવારનાં છ વાગ્યા સુધીમાં જોવામાં આવે છે. જે વાયવ્ય દિશામાંથી પૂર્વ અગ્નિ દિશામાં હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્, આટલા દિવસ IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો

આ પણ વાંચો:ગુજરાતમાં આજથી ગરમી ફરી તીવ્ર બનશે, આગામી 5 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે