Gujarat Weather News: ગુજરાતમાં આજથી ગરમી (Heat) ફરી તીવ્ર બનશે. હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ આગામી 5 દિવસમાં ગરમીમાં 5 ડિગ્રી સુધી વધવાની આગાહી કરી છે. જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ (Yellow Alert) જારી કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં ગરમી 43 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. ગઈકાલ સાંજથી હવામાનમાં પલટો આવ્યો હતો. વહેલી સવાર સુધી ઠંડા પવનો ફૂંકાતા લોકોએ ગરમીથી હાશકારો મેળવ્યો હતો.
હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, ભુજ, ડીસા, વડોદરા અને ભાવનગર સહિતના અન્ય શહેરોમાં ગરમી (Heat) વધવાની આગાહી કરી છે. તેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ (Yellow Alert) જારી કરવામાં આવ્યું છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર તીવ્ર ગરમીની આશંકા વ્યક્ત કરી છે. 18 એપ્રિલ સુધીમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ છે, જ્યારે કચ્છ અને ભુજમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ તીવ્ર ગરમી વધશે. 19 થી 22 એપ્રિલ દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થશે. પરંતુ 26 એપ્રિલ પછી રાજ્યમાં તાપમાન 45 ડિગ્રીને પાર થવાની ધારણા છે.
હવામાન વિભાગે 15 એપ્રિલથી રાજ્યમાં ફરી ગરમીની આગાહી કરી છે. એપ્રિલની શરૂઆતથી તીવ્ર ગરમી (Heatwave) બાદ, છેલ્લા બે દિવસમાં હવામાનમાં આવેલા ફેરફારને કારણે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ (Heatwave) રહેશે. જ્યારે 16 અને 17 એપ્રિલે રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
આ પણ વાંચો:આજથી રાજ્યમાં તાપમાનમાં થશે વધારો, લૂ લાગવાની શક્યતા વધુ
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત
આ પણ વાંચો:હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ કર્યુ જારી, ગરમ પવનો ફૂંકાશે
