Vadodara News/ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ નીકળ્યો વડોદરાનો!

મુંબઈ પોલીસે પૂછપરછ કરતા યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું ખુલ્યું છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: અભિનેતા સલમાન ખાન (Actor Salman Khan)ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વડોદરા (Vadodara)નો નીકળ્યો છે. રવાલ ગામના યુવકે ધમકીભર્યો મેસેજ (Death threat message) કર્યો હોવાની જાણ થતાં મુંબઈ પોલીસે પૂછપરછ કરતા યુવક માનસિક રીતે અસ્થિર (Mentally disabled) હોવાનું ખુલ્યું છે.

સલમાન ખાન (Actor Salman Khan)ને મળેલી જાનથી મારી નાખવાની ધમકીની તપાસ વડોદરા પહોંચી ગઈ છે. વાઘોડિયા તાલુકાના રાવલ ગામના એક યુવકે આ મેસેજ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મુંબઈ પોલીસે અહીં તેની પૂછપરછ કરી છે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક માનસિક રીતે અસ્થિર છે. મુંબઈ પોલીસના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે FIR નોંધી બે તી ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન હાજર રહેવા નોટિસ ફટકારી છે.

માહિતી અનુસાર, ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકે ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનના PI પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રવાલ ગામમાં રહેતો 26 વર્ષનો માનસિક રીતે અસ્વસ્થ (Mentally disabled) યુવક છેલ્લા 12 વર્ષથી વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ છે અને તેના કોઈ મિત્રો ન હોવાથી તે કોઈપણ લિંક પર જોડાઈ જાય છે અને આ દરમિયાન તેમને ધમકીભર્યો મેસેજ મોકલાતા પોલીસ દોડતી થઈ હતી. ટેકનિકલ સર્વેલેન્સનાં આધારે, મુંબઈ પોલીસ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં પહોંચી સઘન તપાસ હાથ ધરી છે. યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાથી પરિવારના સભ્યોને યુવક સાથે ત્રણ દિવસમાં મેડિકલ સર્ટિફિકેટ સાથે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 14 એપ્રિલનાં રોજ સલમાન ખાન (Actor Salman Khan)ને મારી નાખવાની ધમકી મળી હતી. જેમાંથી 2 આરોપીઓને જામીન મળ્યા હતા અને 1 આરોપીએ આપઘાત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામે ચાલી રહેલા SC-ST કેસમાં કોર્ટે આપી મોટી રાહત

આ પણ વાંચો:સલમાન ખાન, બાબા સિદ્દીકી અને હવે સૈફ અલી ખાન, શા માટે બાંદ્રામાં સેલિબ્રિટીઝને નિશાન બનાવવામાં આવે છે?

આ પણ વાંચો:સલમાન ખાને લોરેન્સ બિશ્નોઈ વિશે કહી એટલી વાતો કે ચાહકો થઈ ગયા ગુસ્સે