ગુવાહાટીમાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 16 રને જીત મેળવી હતી. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને શ્રેણી જીતી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં હરાવ્યું હોય.
238 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ અંત સુધી લડત આપી હતી. ડેવિડ મિલરે 47 બોલમાં 106 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં, મિલરે 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા, તેનો સ્ટ્રાઇક રેટ 225 થી વધુ છે. તેના સિવાય ક્વિન્ટન ડી કોકે 69 રનની ઇનિંગ રમી હતી.
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને શરૂઆતથી જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. પહેલા કેએલ રાહુલ અને રોહિત શર્માની જોડીએ આફ્રિકા પર આક્રમણ કર્યું, ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ કંઈક એવું કરી બતાવ્યું જેની સામે આફ્રિકાના બોલરોએ હાર માનવી પડી. સૂર્યકુમાર યાદવે માત્ર 22 બોલમાં 61 રન બનાવ્યા હતા.ટીમ ઈન્ડિયાના બોલર ફોર્મમાં જોવા મળ્યા. આફ્રિકાને શરૂઆતી ઝટકો લાગ્યો, ત્યારબાદ તેની રિકવર થઈ શકી નહીં. જોકે, ડેવિડ મિલરે અહીં તોફાની સદી ફટકારી હતી પરંતુ તેની એન્ટ્રી ઘણી લેટ થઇ હતી. ભારતે આપેલો ટાર્ગેટ જોરદાર હતો. ભારતે 3 મેચની T20I શ્રેણી પર 2-0થી કબ્જો જમાવ્યો છે.
