વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વને બાનમાં લીધું છે. ત્યારે ગુજરાતીઓ માટે થોડી ખુશીના સમાચાર છે રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર મંદ ગતિ એ પણ કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 799 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 244258 ઉપર પહોચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મૃત્યુ આંક 430 2 ઉપર પહોચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 834 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 229977 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 9979 છે.
*છેલ્લા 24 કલાકમાં નોધાયેલ કેસની વિગતો *
અમદાવાદ 164
સુરત 147
વડોદરા 128
ગાંધીનગર 24
ભાવનગર 11
બનાસકાંઠા 10
આણંદ 15
રાજકોટ 88
અરવલ્લી 8
મહેસાણા 16
પંચમહાલ 16
બોટાદ 1
મહીસાગર 6
ખેડા 11
પાટણ 6
જામનગર 9
ભરૂચ 16
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 10
દાહોદ 15
છોટા ઉદેપુર 1
કચ્છ 26
નર્મદા 8
દેવભૂમિ દ્વારકા 2
વલસાડ 3
નવસારી 2
જૂનાગઢ 17
પોરબંદર 2
સુરેન્દ્રનગર 4
મોરબી 11
તાપી 3
અમરેલી 8
