Celebration/ 31st ડીસેમ્બર..!!, સન્નાટા ભરી ઉજવણી આજીવન રહેશે યાદ

31મી ડિસેમ્બરે પણ આજ સ્થિતિ સર્જાઈ છે ભારત સહીત તમામ દેશોમાં આ વર્ષે નવા વર્ષની ઉજવણી સન્નાટા સાથે થશે.

Top Stories Mantavya Vishesh

@આયુષી યાજ્ઞિક, અમદાવાદ. 

અમદાવાદીઓ ઉત્સવ પ્રેમી હોય છે. કોઈ પણ વાર હોય તહેવાર હોય તેઓ ઉજવણીમાં કોઈ પણ કચાશ નથી રાખતા પરંતુ કોરોના મહામારીએ ઉત્સવની ઉજવણી બદલી નાખી છે અને જે ઉત્સવોમાં હર્ષો ઉલ્લાસ હોય છે તેમાં આ વર્ષે સન્નાટો જોવા મળશે. 31મી ડિસેમ્બરે પણ આજ સ્થિતિ સર્જાઈ છે ભારત સહીત તમામ દેશોમાં આ વર્ષે નવા વર્ષની ઉજવણી સન્નાટા સાથે થશે.

The Lonely Church | Daily Photo - The Lonely Church There is… | Flickr

દર વર્ષે ક્લ્બ,પાર્ટી પ્લોટ,ફાર્મ હાઉસ સહીત અનેક જગ્યાએ 31 st ની પાર્ટીના અયીજન કરવાંમાં આવે છે.જેમાં લોકો ડીજેના તાલે લોકો જુના વર્ષને અલવિદા કહે છે અને નવા વર્ષને આવકારે છે.પરંતુ આ કાળમુખા કોરોના ને પગલે અનેક શહેરોમાં 31 st પાર્ટીની ઉજવણી પર રોક લગાવી છે.જેથી લોકો ઘરમાં જ રહી ને નવા વર્ષને આવકારશે.

Bye Hekia: No party, no celebration. | Save Our Schools NZ

અનેક મેટ્રો સિટીમાં લોકો ઘરની બહાર ન નીકળે તે માટે કર્ફ્યુ લગાવી દેવાયો છે.અમદાવાદમાં પણ શહેર પોલીસ કમિશનરે જાહેર નામું બહાર પાડીને લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી છે અને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કર્ફ્યુ નો ભંગ ન કરે અને જો કોઈ ભંગ કરશે તો કર્ફ્યુ ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

No place for the grinch in India; Christmas stands for celebration of goodwill

વર્ષો બાદ આ ન્યુ યરે ખિસ્તી લોકો પણ નવા વર્ષની શરૂઆત ચર્ચમાં નહિ કરી શકે. ઓનલાઇન વર્ચ્યુલી લોકો ઘરમાં રહીને જ જિજસની પ્રેયર કરશે. વર્ષ 2020 ખુબ જ બરબાદી ભર્યું રહ્યું છે. આ વર્ષમાં કોઈ એ પોતાના સપના ખોયા તો કોકે પોતાના સ્વજનને ખોયા. ત્યારે આશા રાખીયે કે  આવનાર નવ વર્ષ 2021 આ કોરોના મહામારી માંથી બહાર કાઢે અને લોકો ઉત્સાહ સાથે 2021માં આવનાર તમામ તહેવારોની ઉજવણી કરે.