Not Set/ કેફે કોફી ડે ના માલિક વીજી સિદ્ધાર્થે કરી આત્મહત્યા, 36 કલાક બાદ નેત્રાવતી નદીમાંથી મળ્યો મૃતદેહ

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણાના જમાઈ અને પ્રખ્યાત કેફે ચેન સીસીડી (કેફે કોફી ડે) ના માલિક વીજી સિદ્ધાર્થના ગાયબ થયાના 36 કલાક પછી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ સિદ્ધાર્થનો મૃતદેહ મંગલુરૂમાં હૌજી બજાર નજીક નેત્રાવતી નદીના કાંઠેથી મળી આવ્યો છે. આપને જણાવી દઈએ એક સિદ્ધાર્થ છેલ્લા 36 કલાકથી ગુમ થયા તેના પહેલા […]

Top Stories India

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણાના જમાઈ અને પ્રખ્યાત કેફે ચેન સીસીડી (કેફે કોફી ડે) ના માલિક વીજી સિદ્ધાર્થના ગાયબ થયાના 36 કલાક પછી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ સિદ્ધાર્થનો મૃતદેહ મંગલુરૂમાં હૌજી બજાર નજીક નેત્રાવતી નદીના કાંઠેથી મળી આવ્યો છે.

આપને જણાવી દઈએ એક સિદ્ધાર્થ છેલ્લા 36 કલાકથી ગુમ થયા તેના પહેલા તેમના મોબાઇલ ફોન પર આવકવેરા વિભાગના ડઝનેક કોલ આવ્યા હતા. આ સિવાય કર્ણાટકના બે ઉદ્યોગપતિઓ પણ ફોન પર સતત તેમના સંપર્કમાં રહ્યા હતા.

પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે વીજી સિદ્ધાર્થે ગત સપ્તાહે કેટલાક લોકો સાથે બેઠક કરી હતી. આ બેઠક ઘરે કે ઓફિસેમાં નહોતી, પરંતુ બીજ અન્ય જગ્યા પર રાખવામાં આવી હતી. મંગલુરૂ પોલીસને વીજી સિદ્ધાર્થના ફોનની આ માહિતી મળી હતી. પોલીસે મંગળવારે બેંગ્લોરમાં સિદ્ધાર્થની ઓફિસમાં પૂછપરછ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.