Ahmedabad/ પેટીપેક ઈકો કારનાં સાયલેન્સરની ચોરી, પોલીસની પકડથી આરોપીઓ દૂર

ઈકો કારનાં સાયલેન્સરની ચોરી, અમદાવાદ પોલીસની પકડથી આરોપીઓ દૂર

Top Stories Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

અમદાવાદમાં ચોર ટોળકીની નવી ગેંગ સક્રિય થઈ હોય તેવી ધટનાઓ સામે આવી રહી છે.. થોડા દિવસો પહેલા નિકોલમાં કારનાં ગોડાઉનમાંથી નવી કારનાં સાયલેન્સરની ચોરીની ધટના બની હતી તે બાદ રામોલ અને નારોલમાં પણ આવી ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે સરખેજમાં પણ કારનાં ગોડાઉનમાંથી 22 જેટલી નવી ઇકો ગાડીમાંથી સાયલેન્સર ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેની કિંમત અંદાજે 14.30 લાખ રૂપિયા થાય છે.  રાતનાં સમયે અંધારાનો લાભ લઇને ચોર ટોળકી કારનાં સાયલેન્સરની ચોરી કરીને અન્ય રાજ્યમાં વેંચી દેતી હોવાની શંકા પોલીસની છે.  છેલ્લાં એક મહિનામાં આ પ્રકારની ચોરીની ચોથી ધટના બનતા પોલીસે આરોપીઓને શોધવા તજવીજ તેજ કરી છે. ત્યારે જોવાનું રહ્યુ કે આ મામલે આરોપીઓ પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે તે જોવુ રહ્યુ.