ઝારખંડના પૂર્વ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવર દાસને મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમના ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ગુરુવારના મીડિયા સામે ઘણા દસ્તાવેજો રજૂ કર્યા હતા આ મામલે તેમમે કહ્યું પ્લોટ નં 482 પથ્થર ખનનનો પટ્ટો લીધો હતો.
રઘુવર દાસે કહ્યું છે કે હેમંત સોરેન ખાણની લીઝની મંજૂરી માટે 2008થી પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી બન્યા પછી, વિભાગે પત્ર નંબર 615/M, તારીખ 16-06-2021 દ્વારા સ્ટોન માઇનિંગ લીઝની મંજૂરી માટે સૈદ્ધાંતિક સંમતિનો પત્ર (LOI) જારી કર્યો છે.
જીલ્લા ખાણકામ કચેરીએ ખાણકામ યોજનાને મંજૂરી આપી અને તે પછી સીએમ હેમંત સોરેને 09-09-2021 ના રોજ SEIAA ને અરજી મોકલી. સ્ટેટ લેબલ એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA) દ્વારા 14-18 સપ્ટેમ્બર 2021ના રોજ યોજાયેલી તેની 90મી બેઠકમાં પર્યાવરણીય મંજૂરીની ભલામણ કરવામાં આવી હતી.
રઘુવર દાસે આને લગતા દસ્તાવેજો પણ મીડિયાને સોંપ્યા. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે ભાજપનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં રાજ્યપાલને મળશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બસંત સોરેન ખાણ કંપની ગ્રાન્ડ માઈનિંગમાં ભાગીદાર પણ છે. કંપની પર સરકારના આઠ કરોડનું દેવું છે.
