બેઠક/ ભાવનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પદાઅધિકારીઓ અને અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક

ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Top Stories Gujarat

ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

બેઠકમાં મંત્રીશ્રીએ વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી. બેઠકમાં સાંસદ ડો. ભારતીબહેન શિયાળ, મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય  સેજલબહેન પંડ્યા, ગૌતમભાઇ ચૌહાણ, શિવાભાઇ ગોહિલ, ભીખાભાઇ બારૈયા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૌ. પ્રશાંત જિલોવા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, રેન્જ આઇ.જી.  ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, આગેવાનશ્રી આર. સી. મકવાણા અને આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં