Surat: સુરતમાં ટેક્સ્ટાઇલ વેલ્યુ ચેઇનને જીએસટી દરમાં લાવવાની માંગ કરવામાં આવી છે. વેલ્યુ ચેઇનને એકસરખા પાંચ ટકાના દરમાં લાવવા માંગ છે. આ દલીલના સમર્થકોનો દાવો છે કે સરકાર જો આ પગલું ભરે તો એકલા સ્પિનિંગ ક્ષેત્રમાં જ 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે.

આગામી ત્રણથી ચાર વર્ષમાં કરોડોના રોકાણની અપેક્ષા છે. જીએસટી દરમાં સુધારો કરવામાં આવ્યા પછી ઇન્ડસ્ટ્રીમાં કચવાટ છે. કાપડ ઉદ્યોગનો ભાગ ધરાવતા વીવર્સમાં નારાજગી પ્રવર્તે છે. નવા જીએસટી દરને લઈને વીવર્સમાં નારાજગી છે. આથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે જળશક્તિ મંત્રી સી આર પાટિલને રજૂઆત કરવામાં આવી છે.

આમ જો સરકાર આ દિશામાં યોગ્ય પગલાં લે તો સ્પિનિંગ ઉદ્યોગમાં આગામી ત્રણથી ચાર વર્ષમાં કરોડો રૂપિયાનું રોકાણ આવી શકે છે. કાપડ ઉદ્યોગનો ભાગ ધરાવતા વીવર્સમાં આને લઈ નારાજગી જોવા મળી રહી છે. વીવર્સ નવા જીએસટી દરને લઈને પણ નારાજ છે.

હવે નાણાપ્રધાન અને કેન્દ્રીય રસાયણ મંત્રાલય આ દિશામાં પગલાં ભરે તો કંઇક થઈ શકે છે. સી આર પાટિલે હૈયાધારણ આપી છે કે તમારી રજૂઆત તો પહોંચાડી જ દઇશું. તેની સાથે આ દિશામાં કોઈ કાર્યવાહી થાય તે પ્રકારના અમારા પ્રયત્નો પણ હશે.
તાજેતરમાં ટ્રમ્પે નાખેલા ટેરિફના કારણે આમ પણ ભારતના કાપડ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. તેમા હવે જો સરકાર પણ કોઈ પ્રોત્સાહનના પગલાં નહીં લો તો ઉદ્યોગને ટકવું અઘરુ થઈ જશે. ઉદ્યોગજગતનું માનવું છે કે સરકાર કમસેકમ કાપડ ઉદ્યોગની આખી વેલ્યુ ચેઇનને જીએસટીના પાંચ ટકાના સ્લેબમાં લઈ જવાનું પગલું તો લઈ જ શકે છે. તેના પછી તે રાહત પેકેજ જાહેર કરે તો તે વધારે સારું રહેશે.
આ પણ વાંચો: Surat News/શિવ શક્તિ ટેકસ્ટાઇલ માર્કેટને સીલ કરવામાં આવશે, સ્ટેબિલિટી રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે
આ પણ વાંચો: Surat News/સુરતમાં ટેકસ્ટાઇલ માર્કેટમાં 2.19 કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો
આ પણ વાંચો: Surat News/સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી
