Surat News: સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં (Surat Textile market) છેતરપિંડી આચરનારની ધરપકડ કરવામાં આવી છે. સુરતની એલસીબીની ટીમે 11 વર્ષે આરોપીને ઝડપ્યો છે. આમ 2.19 કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો છે. આરોપીએ સાડી અને ડ્રેસનો જથ્થો ખરીદ્યો હતો. આરોપી સાડી અને ડ્રેસનો જથ્થો લઈને પછી ફરાર થઈ ગયો હતો અને તેણે કોઈપણ પ્રકારની નાણાકીય ચૂકવણી કરી ન હતી. તેના પગલે તેની સામે 2013માં ફરિયાદ નોંધાઈ હતી.
આ પહેલાં આવા જ એક બનાવમાં રીંગરોડની અંબાજી ટેક્સટાઇલ માર્કેટ ના પ્રિયા ક્રિએશનમાંથી વીતેલા દસ મહિનામાં તબક્કાવાર કુલ 3.70 કરોડ રૂપિયાનું કાપડ ખરીદી માત્ર 1.28 કરોડ રૂપિયાનું પેમેન્ટ ચુકવ્યા બાદ બાકી 2.42 કરોડ રૂપિયાના પેમેન્ટ માટે ધક્કે ચડાવી અમારે કોઇ પેમેન્ટ આપવાનું થતું નથી એમ કહી હાથ ઉંચા કરનાર દલાલ સહિત 9 વેપારી વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ હતી.
તે દરમિયાન, રીંગરોડ પર અંબાજી ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીને દલાલો સહિતના 9 ઠગ લોકોની ગેંગ મળી હતી. આ ગેંગે કુલ 2.42 કરોડ રૂપિયાનું કાપડ માલ ખરીદ્યો. જોકે, પછીથી ચુકવણી ટાળવા માટે સમય પસાર કર્યો. જ્યારે પૈસા માંગયા ત્યારે કાપડ વેપારીને ધમકી આપી હતી.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડી નો ભોગ બન્યા હતા. ભેસ્તાનનાં ઠગ દંપતીએ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા 13 લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી થતા સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોચ્યો હતો.જે બાદ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ઠગ દંપતિની ધરપકડ કરી છે.
ઘટનામાં દંપતીએ બે અન્ય કાલ્પનિક નામો પણ ઉપજાવી નાખ્યા હતા.જેમાં એક ગ્લોબલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ કંપનીના કર્મચારી અને અન્ય એક એશિયન શેલ કંપનીના મોબાઈલ નંબરના ધારક નો સમાવેશ થાય છે.સમગ્ર મામલે એ.સી.પી. એન પી ગોહિલ એ જણાવ્યું હતું કે વીમા એજન્ટ મુલ્હાસ ભાઈ માળી ભેસ્તાન ખાતે રહેતા રવી જરીવાળા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાળા ના ઘણા સમયથી સંપર્કમાં હતા. જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત છે.

આ પણ વાંચોઃ સુરતમાં પૂર્વ વાઈસ ચાન્સેલરના પુત્ર સાથે છેતરપિંડી
આ પણ વાંચોઃ સુરતમાં પારસી મહિલા સાથે છેતરપિંડી
આ પણ વાંચોઃ સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ
