Not Set/ Mantavya News Impact: સુરત રેલવેના સ્થાનિક અધિકારીઓ એક્શનમાં

સુરત, પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સુરત રેલવેના સ્થાનિક અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા, મંતવ્યના સ્ટીંગમાં ભાવતાલ કરનાર ત્રણ કુલીઓને આરપીએફએ પકડી કેસ કર્યો.- કુલી કૈલાસ ગૌડ બંકક્લ નંબર ૯૩૫ , રાહુલ ગૌડ બંકક્લ નંબર ૮૪૪ અને કરણ જીંજરને પકડી રેલવે એક્ટ 145(B) અને 147 મુજબ ધરપકડ કરી છે. ત્રણેય કુલીઓના બિલ્લા ટર્મિનેટ કરવાના સ્ટેશન […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સુરત રેલવેના સ્થાનિક અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા, મંતવ્યના સ્ટીંગમાં ભાવતાલ કરનાર ત્રણ કુલીઓને આરપીએફએ પકડી કેસ કર્યો.- કુલી કૈલાસ ગૌડ બંકક્લ નંબર ૯૩૫ , રાહુલ ગૌડ બંકક્લ નંબર ૮૪૪ અને કરણ જીંજરને પકડી રેલવે એક્ટ 145(B) અને 147 મુજબ ધરપકડ કરી છે.

ત્રણેય કુલીઓના બિલ્લા ટર્મિનેટ કરવાના સ્ટેશન ડાયરેક્ટરના આદેશ કરવામાં આવ્યો છે. સ્ટેશન ડાયરેક્ટર ગરુડાએ આરપીએફ અને જીઆરપી, સીએમઆઈને આ બદી માટે મેમો થમાવ્યો, કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવ્યા છે. કમર્શિયલ વિભાગ, આરપીએફના પાચ સભ્યોની ટીમ ટાઉટોને ખદેડવા હવેથી ૨૪ કલાક સર્ચ કરશે.

ઉપરી આદેશ બાદ એક પણ ટાઉટને બુકિંગ કાઉન્ટર પર ફરકવા ન દેવાયો આદેશ કરવામાં આવ્યો છે. કુલીઓના મુકાદમ સાથે મિટિંગ કરી તેમનામાં ના એજન્ટોને દુર કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. પ્રિમિયમ ટ્રેનો અને વધુ પ્રચલિત ટ્રેનો પર આરપીએફ નજર રાખી ટિકિટ કંડક્ટરોને પણ સાણસામાં લેશે.

એજન્ટો પાસે ટિકિટ ન લેવા ૨૪ કલાક સ્ટેશન પર એનાઉન્સમેન્ટ કરાવાશે, હોર્ડિગ્સ પણ લગાવાશે, જાગૃત યાત્રીઓએ પણ ઉચ્ચ અધિકારીઓને મંતવ્યનું સ્ટીંગ ટ્વીટ કર્યુ હતું.

શું હતો પૂરો મામલો જુઓ આ ખાસ અહેવાલમાં….