દિલ્હીની તીસ હજારી કોર્ટમાંથી બહુ મોટી બબાલ સામે આવી છે. અહીં એક વકીલ પર એક પોલીસે ગોળી બાર કર્યો છે. પાર્કિંગ અંગે પોલીસકર્મીઓ અને વકીલો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આ ગોળીબાર થાયનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ અથડામણ દરમિયાન પોલીસ ફાયરિંગમાં વકીલને ગોળી વાગી હતી. આ પછી વકીલોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વકીલોએ પોલીસની ગાડીને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત અનેક વાહનોમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. વકીલોએ કોર્ટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો છે. પોલીસને અંદર પ્રવેશની માની ફરમાવી છે.

વકીલો કહે છે કે તેમના સાથીને પોલીસકર્મીઓએ ગોળી મારી દીધી છે, જે ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Delhi: A scuffle has broken out between Delhi Police and lawyers at Tis Hazari court, incident of firing has also been reported. One lawyer injured and admitted to hospital. More details awaited. pic.twitter.com/nsKLaZQRmv
— ANI (@ANI) November 2, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
