Not Set/ કોહલીને લાગ્યો વિરાટ ઝટકો, ટીમનો આ ખેલાડી આવ્યો કોરોના પોઝિટિવ

આઈપીએલની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે ક્રિકેટ ફેન્સ માટે રોજ કોઇને કોઇ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Sports

આઈપીએલની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે ક્રિકેટ ફેન્સ માટે રોજ કોઇને કોઇ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ આઈપીએલમાં જે ખેલાડીઓ રમવાના છે તેમા કોઇને કોઇ ખેલાડી કોરોનાની ઝપટમાં આવતો જઇ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની શરૂઆત પહેલા કોરોના સંક્રમણનો બીજો નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં ખેલાડી ડેનિયલ સૈમ્સ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આરસીબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે.

Cricket / વિશ્વની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ IPL ની 1 મેચની કમાણી જાણી ચોંકી જશો તમે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડેનિયલ સૈમ્સ આજે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યો છે. અગાઉ આરસીબીનાં ઓપનર બેટ્સમેન દેવદત્ત પડીક્કલ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતુ. સૈમ્સને હાલમાં કોવિડ-19 નાં લક્ષણો નથી અને તેને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે.

IPL પર સંકટનાં વાદળ / IPL ની પ્રથમ મેચ સંકટમાં, મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં કોરોનાએ કર્યો પ્રવેશ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થવાની છે અને તેની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચે રમાવાની છે. આરસીબીએ ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી કે, 3 એપ્રિલે જ્યારે ડેનિયલ સૈમ્સ ચેન્નઈની ટીમ હોટલમાં પહોંચ્યો હતો, ત્યારે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તેનો બીજો ટેસ્ટ રિપોર્ટ 7 એપ્રિલે આવ્યો હતો, જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આરસીબી માટે આ એક મોટો ઝટકો છે કારણ કે સૈમ્સ હવે શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. ડેનિયલ સૈમ્સે ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે અગાઉ તે દિલ્હી કેપિટલ્સ માટે આઈપીએલની ત્રણ મેચ રમી ચૂક્યો છે. આ વર્ષે તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા છૂટો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આરસીબીએ તેને હરાજીમાં ખરીદ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ