Vadodara News/ વડોદરા સ્કૂલ વાનના ડ્રાઈવરો બન્યા ફરી બેફામ, નાની ભુલકાઓથી ભરેલી વાન અકસ્માત બાદ રફુચક્કર

છાણી ગામની મારુતિનંદન સોસાયટીમાંથી આ ઘટના પ્રકાશમાં આવી છે. સ્કૂલ વાન બેદરકારીથી ચલાવવામાં આવતાં સ્થાનિક લોકો રોષે ભરાયા છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરા (Vadodara) માં સ્કૂલ વાન (School van) ના ડ્રાઈવરો બન્યા ફરી બેફામ બન્યા છે. હાલ વધુ એક સ્કૂલ વાનના ચાલક દ્વારા અકસ્માત  (Accident) થયાની ઘટના પ્રકાશમાં આવી છે.સોસાયટીમાં પાર્ક કરેલી કારને ટક્કર મારીને ભાગી ગયો હતો.જેના કારણે નાની ભુલકાઓથી ભરેલી સ્કૂલ વાન કાર સાથે અથડાઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. છાણી ગામની મારુતિનંદન સોસાયટીમાંથી આ ઘટના પ્રકાશમાં આવી છે. સ્કૂલ વાન બેદરકારીથી ચલાવવામાં આવતાં સ્થાનિક લોકો રોષે ભરાયા છે.

આ સોસાયટીના CCTV ફૂટેજમાં સ્કૂલ વાનનો અકસ્માત કેદ થઈ ગયો હતો.સદનસીબે કોઈ જાનહાની નહીં, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પરંતુ આવા અકસ્માત ક્યાં સુધી થતાં રહેશે તેને લઈ લોકો પોલીસ પાસે બેદરકાર વાન ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

 જોકે  કોઈ મોટો અકસ્માત થયો નહીં અને બાળકો બચી ગયા. ત્યારે મારુતિનંદન સોસાયટીના રહેવાસીઓમાં સુરક્ષા અંગે ચિંતા ફેલાઈ છે.આ ડ્રાઈવરોના બેફામ વલણ સામે સ્કૂલ પ્રશાસને હજી સુધી કોઈ એક્શન નથી લીધું. ત્યારે  સ્કૂલ વાનોના બેફામ ડ્રાઈવરો સામે પગલાં ક્યારે લેવાશે એ એક મોટો સવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને યુવતીનો આપઘાત, પોલીસે ઘટનાસ્થળેથી ચશ્મા-મોબાઈલ કબજે કર્યા

આ પણ વાંચો:વડોદરાની સંજીવની હોસ્પિટલની બેદરકારીથી માતા-પુત્રના મોતના આક્ષેપ, પરિવારજનોમાં આક્રોશ

આ પણ વાંચો:વડોદરામાં સ્કૂલ બસ દુર્ઘટના ટળી, ડ્રાઈવરની સમયસૂચકતાએ 15 વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો