Ahmedabad News/ અમદાવાદમાં પાણી-મચ્છરજન્ય રોગચાળાનો કહેર, સોલામાં રોજની ઓપીડી 11 હજારને પાર

અમદાવાદમાં રોગચાળો ફેલાતા સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. સોલા સિવિલમાં રોજની ઓપીડી 11 હજારને પાર ગઈ છે.  હોસ્પિટલમાં દાખલ દર્દીને સંખ્યા 1,240ને પાર થઈ ગઈ છે.   સોલા સિવિલમાં મચ્છરજન્ય કેસના દર્દીઓમાં વધારો થયો છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News:  અમદાવાદમાં રોગચાળો ફેલાતા સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. સોલા સિવિલમાં રોજની ઓપીડી 11 હજારને પાર ગઈ છે.  હોસ્પિટલમાં દાખલ દર્દીને સંખ્યા 1,240ને પાર થઈ ગઈ છે.   સોલા સિવિલમાં મચ્છરજન્ય કેસના દર્દીઓમાં વધારો થયો છે. ચોમાસાના લીધે શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધ્યા છે. ચાલુ મહિને ડેન્ગ્યુના 552 શંકાસ્પદ કેસ છે અને તેમા 88 કેસ પોઝિટિવ છે અને મેલેરિયાના 468 શંકાસ્પદ કેસ છે અને 20 પોઝિટિવ છે.

સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કિરણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસાના લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોની સંખ્યામાં વધારો થયો છે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ તો વધ્યા છે. તેની સામે ચિકન ગુનિયાના શંકાસ્પદ 24 કેસ છે. ચોમાસામાં વરસાદી મોસમ હોવાથી વાઇરલ ઇન્ફેકશનના કેસમાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં વાઇરલ ઇન્ફેકશનના 1,794 કેસ સામે આવ્યા છે. વાઇરલ હિપેટાઇટિસનો એક કેસ સામે આવ્યો છે.

આ ઉપરાંત ઝાડાઉલ્ટીના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઝાડાઉલ્ટીના કુલ 36 કેસ છે. આ સિવાય ચાંદીપુરા વાઇરસનો એક શંકાસ્પદ દર્દી પણ દાખલ છે. ખોરજ ગામથી આવેલો ચાંદીપુરા વાઇરસનો શંકાસ્પદ દર્દી હાલમાં સારવાર હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે