Mumbai News/ મુંબઈમાં કિન્નરના વેશમાં ઘૂસેલા વ્યક્તિ પર એરહોસ્ટેસ સાથે દુષ્કર્મનો આરોપ, CCTVથી આરોપી ઝડપાયો

Mumbai Airhostess Case: મુંબઈના પવઈમાં કિન્નરના વેશમાં આવેલા વ્યક્તિએ બીમાર પતિને સાજા કરવાની વાત કરી મહિલાના ઘરે પ્રવેશ મેળવ્યો હોવાનો આરોપ છે. ફરિયાદ બાદ પોલીસે 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.

Top Stories India Breaking News
Mumbai Airhostess Case: કિન્નરના વેશમાં ઘૂસ્યો, મહિલાના ઘરમાં દુષ્કર્મનો આરોપ Mumbai Airhostess Case: કિન્નરના વેશમાં ઘૂસ્યો, મહિલાના ઘરમાં દુષ્કર્મનો આરોપ

Mumbai News: મુંબઈના પવઈ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કિન્નરનો વેશ ધારણ કરીને એક એપાર્ટમેન્ટમાં પ્રવેશેલા વ્યક્તિએ બીમાર પતિને સાજા કરવાની વાત કરી મહિલાના ઘરે પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ મહિલાને વિશ્વાસમાં લઈને તેની સાથે દુષ્કર્મ (Mumbai Airhostess Case) કર્યું હોવાનો આરોપ છે. ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, પીડિતા 25 વર્ષીય એરહોસ્ટેસ છે અને તેના પતિની તબિયત ખરાબ હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન આરોપી અનિલ શિંદે કિન્નરનો વેશ ધારણ કરીને પવઈની એક રહેણાંક ઇમારતમાં પહોંચ્યો હતો.

Mumbai Airhostess Case: ખરાબ નજર ઉતારવાની વાત કરી ફ્લેટમાં પ્રવેશ્યો

આરોપીએ સૌપ્રથમ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ તે ત્રીજા માળે ગયો અને અનેક ફ્લેટના દરવાજા ખખડાવ્યા હતા. ફરિયાદ મુજબ, પીડિતાના ફ્લેટનો દરવાજો ખોલાવ્યા બાદ આરોપીએ દાવો કર્યો હતો કે તે મહિલાના બીમાર પતિ પરની ખરાબ નજર દૂર કરીને તેમને સાજા કરી શકે છે. આ વાતથી વિશ્વાસમાં આવેલી મહિલાએ તેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો.

Mumbai Airhostess Case: બાળક માટે વિધિ કરાવવાની વાતનો પણ આરોપ

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીને મહિલાના લગ્નજીવન અને સંતાન ન હોવાની વાતની જાણ થઈ હતી. ત્યારબાદ તેણે બાળક માટે આશીર્વાદ અને વિશેષ વિધિ કરવાની વાત કરી હતી. આરોપીએ મહિલા પર પાણી છાંટ્યું અને તેના માથા પર હાથ રાખીને કેટલાક ધાર્મિક પ્રકારના ક્રિયાકલાપ કર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પીડિતાના આક્ષેપ મુજબ, ત્યારબાદ આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદ મુજબ, જતા સમયે તેણે મહિલ પાસેથી રૂ. 200 પણ લીધા હતા.

Mumbai Airhostess Case: 100થી વધુ CCTV ફૂટેજની તપાસ

ઘટના બાદ પીડિતાએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસની ટીમે આરોપીની ઓળખ અને તેની હિલચાલ જાણવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસે પવઈની ઇમારતથી લઈને કલવા સુધીના માર્ગ પર લાગેલા 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે આરોપીની હિલચાલને ટ્રેક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ આરોપી અનિલ શિંદે સુધી પહોંચી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

Mumbai Airhostess Case: અગાઉ પણ આવી ઘટનામાં સંડોવણી છે કે નહીં તેની તપાસ

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોપીએ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે આ મામલે દુષ્કર્મ સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. અંધશ્રદ્ધા અથવા કથિત કાળા જાદુ સાથે જોડાયેલી બાબતો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. પીડિતાના આક્ષેપોની કાયદેસરની તપાસ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત અને આરોપો અંગે અંતિમ સ્પષ્ટતા થઈ શકશે.


આ પણ વાંચો:અમદાવાદ સોલામાં અંધશ્રદ્ધાનો ભોગ સગીરા: ભુવા સામે દુષ્કર્મનો આરોપ, તસવીરો વાયરલ થતાં ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં સગીરા દુષ્કર્મ કેસ: અંગત વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો:અમદાવાદ નારોલમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આક્ષેપ, યુવક સામે ફરિયાદ