Ahmedabad News: શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નનું વચન (Marriage Promise Rape Allegation) આપી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે યુવતીએ ફતેવાડી કેનાલ વિસ્તારમાં રહેતા મોહંમદ ઇસુફ જુલહે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નારોલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મસાલાના ગોડાઉનમાં થઈ હતી બંનેની ઓળખાણ
ફરિયાદ મુજબ, આશરે બે વર્ષ પહેલાં રાજ કાટા પાસે પીપળજ રોડ પર આવેલા મસાલાના ગોડાઉનમાં યુવતી અને મોહંમદ ઇસુફની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુક મેસેન્જર મારફતે વાતચીત શરૂ થઈ હતી. યુવતીનો આક્ષેપ છે કે આરોપીએ પોતે અપરિણીત હોવાનું જણાવી તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ લગ્નનું વચન (Marriage Promise Rape Allegation) આપીને રાજ કાટા પાસેના ગોડાઉનમાં બંને આશરે ત્રણ મહિના સાથે રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
Marriage Promise Rape Allegation: અલગ-અલગ સ્થળે સાથે રહેવાનો આક્ષેપ
ફરિયાદમાં વધુ જણાવ્યા મુજબ, ત્યારબાદ બંને કમોડ ચાર રસ્તા નજીકના એક મકાનમાં પણ આશરે ત્રણ મહિના સાથે રહ્યા હતા. મકાન માલિકને બંને સાથે રહેતા હોવાની જાણ થતાં તેમણે મકાન ખાલી કરાવ્યું હતું. બાદમાં બંને વટવા ચાર માળિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. યુવતીના આક્ષેપ મુજબ, ત્યાં પણ આરોપીએ લગ્નનું વચન (Marriage Promise Rape Allegation) આપીને તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખ્યા હતા.
લગ્નની વાત કરતાં યુવક ઘર છોડીને ગયો હોવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી 2026માં યુવતીએ મોહંમદ ઇસુફ સાથે લગ્ન કરવા અંગે વાત કરી હતી. આ સમયે આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હોવાનો યુવતીનો આક્ષેપ છે. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આરોપી ઘર છોડીને જતો રહ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ યુવતીએ પોતાની બહેનોને કર્યા બાદ નારોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
નારોલ પોલીસે તપાસ શરૂ કરી
યુવતીની ફરિયાદના આધારે નારોલ પોલીસે મોહંમદ ઇસુફ જુલહે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો, બંને વચ્ચેના સંબંધો અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતીનું 8 મહિના સુધી શોષણ કર્યાનો આરોપ, પોલીસે યુવકની ધરપકડ કરી
આ પણ વાંચો:લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે દુષ્કર્મ! 18 તોલા સોનું અને ₹19.91 લાખની ઠગાઈ, આરોપી ફરાર
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રની બહેનને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી, આ રીતે ફૂટ્યો આખો ભાંડો
