Not Set/ ફિનલેન્ડ ચોથી વાર બન્યો દુનિયાનો સૌથી ખુશ દેશ, ભારતનો નંબર 139 પર

કોરોના વાયરસે વર્ષ 2020 નેં સંપુર્ણ રીતે તબાહ કરી દીધુ. આ વર્ષ એન્જાઇટી, ડિપ્રેશન, એકલાપણું, લોકડાઉન, બિમારી અને મોતનું વર્ષ હતું. પણ શુક્રવારે જાહેર થયેલા 149 દેશોના વલ્ર્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રમાણે મહામારીનું આ સ્તર પણ લોકોની આશા અને ઉત્સાહને હલાવી શક્યુ નથી. વલ્ર્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2021 ના એડિટર્સે જોયું કે કેટલાય દેશોમાં કોરોનાની તબાહી છતાં […]

Top Stories World

કોરોના વાયરસે વર્ષ 2020 નેં સંપુર્ણ રીતે તબાહ કરી દીધુ. આ વર્ષ એન્જાઇટી, ડિપ્રેશન, એકલાપણું, લોકડાઉન, બિમારી અને મોતનું વર્ષ હતું. પણ શુક્રવારે જાહેર થયેલા 149 દેશોના વલ્ર્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રમાણે મહામારીનું આ સ્તર પણ લોકોની આશા અને ઉત્સાહને હલાવી શક્યુ નથી. વલ્ર્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2021 ના એડિટર્સે જોયું કે કેટલાય દેશોમાં કોરોનાની તબાહી છતાં લોકોની ખુશ જીંદગી ઓછી પ્રભાવિત થઇ છે.

યુએન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા પ્રાયોજીત 149 દેશોના આ વાર્ષિક રિપોર્ટ પ્રતિ વ્યક્તિ ઉત્પાદ, હેલ્ધી લાઇફ એક્સપેક્ટેંસી અને નાગરિકોના મત પર આધારિત છે. આ સર્વેમાં લોકોને એકથી લઇને દસના સ્કેલ પર કેટલાક સવાલ પુછવામાં આવ્યા. જેમ કે વિપરિત પરિસ્થિતીઓમાં તેમનો કેટલો સોશ્યલ સપોર્ટ મળ્યો અને તેમના પ્રમાણે લોકો કેટલા ભ્રષ્ટ અને ઉદાર છે.

દુનિયાના સૌથી ખુશ દેશોની યાદીમાં સૌથી પહેલા નવ નંબર પર યુરોપિયન દેશોનો કબજો છે. લિસ્ટમાં ફિનલેન્ડને દુનિયાનો સૌથી ખુશ દેશ માનવામાં આવ્યો છે. જ્યારે બીજા નંબર પર ડેનમાર્ક, ત્રીજા નંબર પર સ્વિત્ઝરલેન્ડ, ચોથા નંબરે આઇસલેન્ડ, પાંચમા નંબરે નેધરલેન્ડ, સાતમા નંબરે નોર્વે, આઠમા નંબર પર સ્વિડન, અને નવમા નંબરે લગ્જમબર્ગ છે. ન્યુઝીલેન્ડ એકલો એવો દેશ છે યુરોપિયન નથી જેણે 10 માં નંબરની સાથે ટોપ ટેનમાં સ્થાન મેળવ્યુ છે.

તમને જણાવી દઇએ કે વલ્ર્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડ સતત ચોથી વાર પહેલા નંબર પર આવ્યુ છે. તો સંયુક્ત રાજય અમેરીકા જે પાંચ વર્ષ પહેલા 13મા નંબર પર હતું. તે 19માં નંબર પર પહોચ્યુ છે. બ્રિટનમાં કોરોનાથી સવાલાખ લોકોના મોત બાદ પણ આ દેશ લિસ્ટમાં 17માં નંબર પર છે.

149 દેશોની આ યાદીમાં ભારત 139મા નંબર પર છે. પાછલા વર્ષે ભારત આ લીસ્ટમાં 140 માં નંબર પર હતું એટલે કે ભારત એક નંબર આગળ વધ્યુ છે. જ્યારે ભારતનો પડોશી દેશ પાકિસ્તાન આ લીસ્ટમાં ભારતથી 34 નંબર આગળ છે. એટલે કે 105 માં સ્થાન પર છે. જ્યારે નેપાળ 87, બાંગ્લાદેશ 101, મ્યાનમાર 126 અને શ્રીલંકા 129માં નંબર પર છે.

કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી જેફ્રી સૈશે આ રીપોર્ટ પર કહ્યુ કે ક્રમાનુસાર આ તમામ દેશોમાં લોકોએ વધારે સારી રીતે અને પોતાને સુરક્ષિત અનુભવ્યા. આ દેશોની સરકાર પર વધારે ઇમાનદાર અને વિશ્વાસપુર્ણ હતી. લોકોમાં એકબીજાનો ભરોસો વધારે જોવા મળ્યો.

ફિનલેન્ડના એક પ્રસિદ્ધ પત્રકાર અનુ પાર્તાનેને કહ્યુ કે ફિનલેન્ડ એક વાર ફરી દુનિયાનો સૌથી ખુશ દેશ બન્યો છે. અહીના લોકો ખુબ જ ભાગ્યશાળી છે. કારણ કે સમાજે આવા ખરાબ સમયમાં પણ સપોર્ટ સિસ્ટમને તૂટવા દીધી નથી.

જેફ્રી સૈશએ જણાવ્યુ કે આ સર્વેમાં લોકોને બે અલગ અલગ પ્રકારના સવાલ કરવામાં આવ્યા. એક સવાલ તેમના સામાન્ય જીવન સાથે જોડાયેલો હતો. બીજો સવાલ મૂડ, ઇમોશન, સ્ટ્રેસ અને એન્જાઇટીથી સંબંધિત હતો. હેપ્પીનેશ એક્સપર્ટ પ્રમાણે અમેરીકામાં અમીર-ગરીબ નિવાસીઓની વચ્ચે જાતિ ભેદભાવનો તણાવ અને આવકમાં સદંતર અસમાનતાથી લોકોનું જીવન પ્રભાવિત થયુ છે.

અમેરીકાના જાણીતા લેખિકા અને યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસ સોન્જા લાયુબોર્મિસ્કી કહે છે કે બીજા દેશોની તુલનામાં અમેરીકાના લોકો પાસે વધારે આલીશાન ઘર અને મોટી કારો છે પણ આ લીસ્ટ એ વાતની સાબિતી છે કે સુખ સુવિધાના આ તમા યંત્ર મનુષ્યને ખુશ રહેવા માટે પર્યાપ્ત નથી.

આ રીપોર્ટમાં એશિયાઇ દેશોની હાલત પહેલાં કરતાં વધારે સારી જોવા મળી છે. ભારત, પાકિસ્તાન અને ચીન સહીત તમામ દેશોએ હેપ્પીનેસ ચાર્ટમાં છલાંગ લગાવી છે.