Ahmedabad News/ શાહીબાગ-નરોડાથી SG હાઈવે સુધી લક્ઝરી બસોનો ત્રાસ! પ્રતિબંધિત સમયમાં પણ અવરજવર યથાવત

Ahmedabad Luxury Bus: અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પહેલાં ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ છતાં SG હાઈવે, શાહીબાગ, નરોડા, CTM સહિતના વિસ્તારોમાં બસોની અવરજવર જોવા મળી. 7 સ્થળના રિયાલિટી ચેકમાં ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Luxury Bus: અમદાવાદમાં 7 જગ્યાએ ખાનગી બસોના ખડકલા, ટ્રાફિક નિયમોના ધજાગરા

Ahmedabad News: કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે શહેરને તૈયાર કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. રાત્રિના 10 વાગ્યા પહેલાં ખાનગી લક્ઝરી (Ahmedabad Luxury Bus ) બસોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં એસજી હાઈવે, શાહીબાગ, નરોડા-નારોલ હાઈવે સહિતના વિસ્તારોમાં બસોની બેરોકટોક અવરજવર જોવા મળી હતી. કેટલાક સ્થળોએ ટ્રાફિક પોલીસની હાજરી છતાં બસો સામે કાર્યવાહી ન થતી હોવાનું સામે આવ્યું છે.

સાંજે 7:30 વાગ્યા બાદ એસજી હાઈવે, CTM, નરોડા પાટિયા, વાડજ સર્કલ, સુભાષબ્રિજ RTO સર્કલ, શાહીબાગ નમસ્તે સર્કલ અને ચાંદખેડા ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. અનેક સ્થળોએ પ્રતિબંધિત સમય પહેલાં જ ખાનગી બસો મુસાફરો લેવા માટે આવતી જોવા મળી હતી.

Ahmedabad Luxury Bus : શાહીબાગમાં બસોનો ખડકલો

શાહીબાગ નમસ્તે સર્કલ પાસે રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ જતી લક્ઝરી બસો સાંજના 7 વાગ્યા બાદથી આવતી હોવાનું જોવા મળ્યું હતું. રોડની બંને તરફ અનેક ટ્રાવેલ્સની ઓફિસો હોવાથી રાત્રિના 9:30 વાગ્યા સુધીમાં અહીં બસોનો ખડકલો થઈ જાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા (Ahmedabad Traffic) સર્જાય છે.

નરોડા પાટિયા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ અને TRB જવાન હાજર હોવા છતાં પ્રતિબંધિત સમયમાં બસોની અવરજવર જોવા મળી હતી. હિંમતનગર થઈ ઉદયપુર તરફ જતી બસો ઉપરાંત નારોલ અને મેમ્કો તરફથી આવતી બસો પણ અહીંથી પસાર થતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

એસજી હાઈવે પર પણ બસોનો જમાવડો

ઈસ્કોન અને જોધપુર ચાર રસ્તા પાસે રાત્રિના 8 વાગ્યા બાદ ખાનગી બસોની(Private Bus) અવરજવર જોવા મળી હતી. જોધપુર ચાર રસ્તા પાસે આવેલી ટ્રાવેલ્સ ઓફિસો નજીક બસો મુસાફરો લેવા માટે ઉભી રહેતી હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર તરફ જતી બસો ઈસ્કોનથી કર્ણાવતી ક્લબ અને સરખેજ તરફ જતી જોવા મળી હતી.

RTO સર્કલ અને CTM પાસે પણ નિયમભંગ

સુભાષબ્રિજ RTO સર્કલ પાસે પણ ખાનગી બસો જોવા મળી હતી. બીજી તરફ CTM એક્સપ્રેસ-વે પાસે દિવસ દરમિયાન પણ બસોની અવરજવર જોવા મળી હતી. રાત્રિના 10થી સવારે 8 વાગ્યા સુધી પ્રતિબંધ હોવા છતાં બસો અહીંથી પસાર થતી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કાર્યવાહી કરશે: નરેશ કણઝરીયા

પૂર્વ ટ્રાફિક DCP નરેશ કણઝરીયાએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત સમય પહેલાં પ્રવેશ કરતી બસો સામે કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનો ભંગ કરતી બસો પાસેથી દંડ વસૂલવામાં આવે છે, જોકે બસ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી.

પાલડી મુદ્દે પણ ધારાસભ્યની રજૂઆત

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સંકલન સમિતિમાં રજૂઆત કરી હતી કે પાલડી વિસ્તારમાં બપોરના સમયે પણ ખાનગી બસો આવીને સોસાયટીઓ નજીક ઉભી રહે છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. તેમણે વિવિધ વિસ્તારોમાં ખાનગી બસોની એન્ટ્રીનો મુદ્દો ઉઠાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

અનેક ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમસ્યા

ખાનગી બસોની અવરજવરનો મુદ્દો SG-1, SG-2, B, D, G, I, K, L અને N ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) સ્ટેશન વિસ્તાર સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. પ્રતિબંધિત સમયનું પાલન કરાવવાની જવાબદારી ટ્રાફિક તંત્રની હોવા છતાં સ્થળ પર અસરકારક ચેકિંગ અંગે સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો: રાજકોટમાં પિત્ઝા ખાવા બેઠા ને નીકળી માખી! Domino’sની શોપનો VIDEO વાયરલ

આ પણ વાંચો: અમરેલી-ચોકી ખાખરીયા રોડ માટે રૂ.10 કરોડ મંજૂર, રિસરફેસિંગથી અનેક ગામોને લાભ

આ પણ વાંચો: પોરબંદર રેલવે ટ્રેક પર ઊંટ ફસાયું, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રોકાઈ