Rajkot News: રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારો હત્યા (Murder)નો બનાવ સામે આવ્યો છે. પતિથી અલગ રહી રહેલી 45 વર્ષીય મહિલાની ટ્રેન સામે ધક્કો મારી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી લીધો છે.
પ્રેમિકાને ટ્રેન સામે ધકેલી Murder કરનાર પ્રેમીની ધરપકડ
ગુંદાળા ફાટક નજીક મહિલાનો મૃતદેહ મળ્યા બાદ ગોંડલ (Gondal) પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેમાં મૃતક મહિલા સાથે એક યુવક જોવા મળ્યો હતો. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે પોલીસે આરોપી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી હતી. તેની સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લગ્ન માટેના દબાણથી કંટાળીને ઘડ્યો હત્યાનો પ્લાન
માહિતી મુજબ, રાજકોટમાં રહેતી 45 વર્ષીય મંજુબેન બારૈયાનો છેલ્લા બે-ત્રણ વર્ષથી 25 વર્ષીય પ્રકાશ સોલંકી સાથે પ્રેમ સંબંધ (Love relationship)હતો. મંજુબેન વારંવાર પ્રકાશ પર લગ્ન કરવા માટે દબાણ કરતા હતા. જોકે, પ્રકાશના પરિવારજનો આ સંબંધ અને લગ્ન માટે તૈયાર ન હતા. સતત દબાણ અને મતભેદોથી કંટાળેલા પ્રકાશે પ્રેમિકાને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જૂનાગઢ લગ્ને જવાનું બહાનું, પછી રેલવે ટ્રેક પર ધક્કો
આરોપી પ્રકાશે મંજુબેનને જૂનાગઢ લગ્નમાં જવાનું બહાનું આપી ગોંડલ સ્ટેશન નજીક બોલાવ્યા હતા. ત્યારબાદ તે તેમને ગુંદાળા ફાટક પાસે આવેલા રેલવે ટ્રેક પર લઈ ગયો હતો. સામે ઝડપથી આવી રહેલી ટ્રેન નજીક પહોંચતાં તેણે મહિલાને ટ્રેન સામે ધક્કો મારી દીધો હતો. ટ્રેનની ટક્કર લાગતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: લગ્નની જીદમાં 45 વર્ષની મહિલાની ટ્રેન સાથે અથડાવી હત્યા
આ પણ વાંચો: સુરતની ખાનગી હોસ્પિટલમાં નર્સનું મૃત્યુ, પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધનો એંગલ; પોલીસે તપાસ શરૂ કરી
આ પણ વાંચો: ઝારખંડમાં 6 દિવસથી ગુમ યુવતીની રેતીમાંથી મળી લાશ, પ્રેમ સંબંધ છુપાવવા ખેલાયો ખૂની ખેલ
