National News/ ઝારખંડમાં 6 દિવસથી ગુમ યુવતીની રેતીમાંથી મળી લાશ, પ્રેમ સંબંધ છુપાવવા ખેલાયો ખૂની ખેલ

Jharkhand ના દેવઘર જિલ્લામાં છેલ્લા 6 દિવસથી ગુમ 21 વર્ષની યુવતીની નદી કિનારે રેતીમાંથી લાશ મળી આવી છે. પ્રેમ સંબંધનો ભેદ ખૂલવાના ડરે સામૂહિક દુષ્કર્મ અને હત્યા કરનાર 3 આરોપીઓની ધરપકડ અંગે વાંચો

Top Stories NATIONAL India
Jharkhand

Jharkhand Deoghar Murder Case:  ઝારખંડના(Jharkhand) દેવઘર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં છેલ્લા 6 દિવસથી ગુમ થયેલી 21 વર્ષની એક યુવતીની લાશ નદી કિનારે રેતીમાં દબાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તે પહેલાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

હત્યા પાછળનું મુખ્ય કારણ: પ્રેમ સંબંધનો પર્દાફાશ

પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી અને તેની પ્રેમિકા વચ્ચેના ગુપ્ત સંબંધોની વાત આ પીડિત યુવતી જાણી ગઈ હતી અને તેણે આ બાબત અન્ય લોકો સમક્ષ જાહેર કરી દીધી હતી. પોતાનો આ ભેદ ખુલ્લો પડી જતાં બંને આરોપીઓએ ગભરાઈને યુવતીને રસ્તામાંથી કાયમ માટે હટાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે પોતાના એક 19 વર્ષના સાથીદારને સાથે રાખીને યુવતીની હત્યા કરવાનું આખું કાવતરું ઘડ્યું હતું.

ષડયંત્ર રચીને આપ્યો ગુનાને અંજામ(Jharkhand)

આ ઘટના ગત 16 મેના રોજ રિક્ષ્હીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. કાવતરાના ભાગરૂપે મુખ્ય આરોપીની 29 વર્ષીય પ્રેમિકા(Jharkhand) પીડિત યુવતીને ફોસલાવીને નદી કિનારે એક અવાવરુ અને સુમસામ જગ્યાએ લઈ ગઈ હતી, જ્યાં પહેલાથી જ બંને પુરુષ આરોપીઓ છુપાઈને હાજર હતા. ત્યાં બંને નરાધમોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ પકડાઈ જવાના ડરથી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ગુનાને અંજામ આપ્યા બાદ તેમણે લાશને નજીકના એક ખાડામાં ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા માટે 18 મેની રાત્રે લાશને રેતીથી ઢાંકી દીધી હતી.

ફોરેન્સિક અને ટેકનિકલ ટીમની મદદથી આરોપીઓ પકડાયા

યુવતી ઘરે ન પહોંચતા તેના ચિંતિત માતા-પિતાએ 17 મેના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ દરમિયાન 19 મેના રોજ રાધિયા નદીના કિનારે રેતી નીચેથી યુવતીની લાશ મળી આવી હતી. દેવઘરના એસડીપીઓ (SDPO) કુલદીપ કુમારે જણાવ્યું કે, પોલીસે ફોરેન્સિક રિપોર્ટ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કડીઓ જોડીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન ગુનેગારોએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને પોલીસે તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલ ભેગા કરી દીધા છે.


આ પણ વાંચો : પ્રેમિકાને મળવા જઈ રહેલા છોકરાની હત્યા..2 આરોપીઓની ધરપકડ, 6 ફરાર

આ પણ વાંચો :  ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા!

આ પણ વાંચો : ચમત્કારોનું મંદિર! ઝારખંડના આ શિવધામમાં માતા ગંગા પોતે પાણી અર્પણ કરે છે!