Rajkot News: ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજના અગ્રણીઓમાં ગણાતા નરેશ પટેલ (Naresh Patel Rajya Sabha) ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ખોડલધામના દશાબ્દી મહોત્સવ દરમિયાન તેમણે 2027 બાદ આરામ લેવાની જાહેરાત કરતાં અનેક અટકળોએ જન્મ લીધો છે. સાથે જ અનાર પટેલને ટ્રસ્ટીમાં સામેલ કરાયા બાદ હવે એવી ચર્ચા જોર પકડી રહી છે કે નરેશ પટેલને રાજ્યસભામાં મોકલવાની રાજકીય તૈયારીઓ ચાલી રહી હોઈ શકે છે.
અનાર પટેલની એન્ટ્રી પાછળ રાજકીય ગણિત?
પાટીદાર સમાજમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ખોડલધામના સંચાલનની જવાબદારી આગામી સમયમાં નવી ટીમ અને અનાર પટેલ તરફ ટ્રાન્સફર કરીને નરેશ પટેલ સક્રિય રાજકારણ તરફ આગળ વધી શકે છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ પર નરેશ પટેલ (Naresh Patel Rajya Sabha)નો મોટો પ્રભાવ માનવામાં આવે છે. રાજકીય રીતે પણ તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે. અગાઉ અનેક વખત તેમની રાજકારણમાં એન્ટ્રી અંગે ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ કોઈ સત્તાવાર નિર્ણય સામે આવ્યો નહોતો.
રાજ્યસભાની ખાલી બેઠકો વચ્ચે અટકળો તેજ
હાલ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થવાની ચર્ચા વચ્ચે હવે નરેશ પટેલનું નામ પણ રાજકીય વર્તુળોમાં ગુંજવા લાગ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ તરફથી તેમને રાજ્યસભામાં મોકલવામાં આવે તો નવાઈ નહીં. ચર્ચા એવી પણ છે કે નરેશ પટેલ (Naresh Patel Rajya Sabha) પોતાને બિનરાજકીય અને સામાજિક આગેવાન તરીકેની છબી જાળવી રાખવા માટે રાષ્ટ્રપતિ મનોનિત સભ્ય તરીકે રાજ્યસભામાં જવાની ઈચ્છા ધરાવતા હોઈ શકે છે. જોકે રાજકીય સ્તરે ભાજપના સમર્થન સાથે તેમનું નામ આગળ આવી શકે તેવી અટકળો પણ ચાલી રહી છે.
“મારા પછી પરિવારથી કોઈ નહીં આવે” – નરેશ પટેલ
ખોડલધામના કાર્યક્રમ દરમિયાન નરેશ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી આરામ લેવાનું વિચારી રહ્યા હતા. વર્ષ 2009 થી સતત પ્રવાસ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે હવે 2027 પછી જવાબદારીઓમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે એ પણ જાહેર કર્યું કે તેમના બાદ પરિવારનો કોઈ સભ્ય ખોડલધામમાં તેમનું સ્થાન નહીં લે. આ નિવેદન બાદ રાજકીય ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે.
Naresh Patel Rajya Sabha: પાટીદાર રાજકારણમાં ફરી નવી હલચલ
ગુજરાતના પાટીદાર રાજકારણમાં નરેશ પટેલ (Naresh Patel Rajya Sabha)નું નામ હંમેશા અસરકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે અથવા રાજ્યસભા સુધી પહોંચે તો રાજ્યની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાઈ શકે છે.હવે સૌની નજર આગામી દિવસોમાં ભાજપ અને નરેશ પટેલ તરફથી આવનારા સંકેતો પર ટકી છે.
આ પણ વાંચો:ખોડલધામ દશાબ્દી મહોત્સવ 2027 માટે ત્રણ રથનું પ્રસ્થાન, નરેશ પટેલે આપ્યા નિવૃત્તિના સંકેત
આ પણ વાંચો:સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
આ પણ વાંચો:ખોડલધામના મંચ પર ક્યારેય રાજકારણ કરવું નથી : નરેશ પટેલ
