સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા MV લીલા નોરફોક જહાજમાં સવાર તમામ 15 ભારતીયોને બચાવી લેવાયા છે. આ સિવાય ભારતીય નેવીએ છ ક્રૂ મેમ્બર્સને પણ બચાવ્યા છે. તમામ 21 લોકો ક્રૂ મેમ્બર છે. એક સંરક્ષણ અધિકારીને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.
#WATCH | Indian Navy’s boat near the hijacked vessel MV Lili Norfolk in the Arabian Sea. Indian Navy commandos secured the hijacked ship and rescued the crew including 15 Indians. The sanitisation operations are still on: Indian Navy officials pic.twitter.com/fJz02HSExV
— ANI (@ANI) January 5, 2024
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો શુક્રવાર (5 જાન્યુઆરી)ના રોજ લાઇબેરિયાના ધ્વજવાળા કોમર્શિયલ જહાજ એમવી લીલા નોરફોક પર ઉતર્યા હતા અને ઓપરેશન હાથ ધર્યું હતું. નૌકાદળના INS ચેન્નાઈથી કમાન્ડો નોર્ફોક જહાજની નજીક પહોંચ્યા હતા. ઉપરાંત, નૌકાદળે એમવી લીલા નોર્ફોકને હાઇજેક કર્યા બાદ શોધવા માટે મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P-8I અને લાંબા અંતરના ‘પ્રિડેટર MQ9B ડ્રોન’ને તૈનાત કર્યા હતાનોંધનીય છે કે UK મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ ગુરુવારે MV લીલા નોર્ફોકના હાઇજેકની ઘટના વિશે માહિતી આપી હતી. UKMTO વ્યૂહાત્મક જળમાર્ગોમાં જહાજોની હિલચાલ પર નજર રાખે છે.
આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ
આ પણ વાંચો:NAGPUR/પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ…
