ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો ડર હવે લોકોના મનમાંથી નીકળી ગયો છે. દાઉદની પ્રોપર્ટીની પણ સતત હરાજી થઈ રહી છે. શુક્રવારે પણ દાઉદની બે જમીનની હરાજી કરવામાં આવી હતી જેની મૂળ કિંમત માત્ર 15 હજાર રૂપિયા હતી. જોકે, આ બંને પ્લોટની રૂ.2 કરોડમાં હરાજી કરવામાં આવી હતી. દાઉદ ઈબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે. કહેવાય છે કે તે પાકિસ્તાનના કરાચીમાં છુપાયેલો છે અને પાકિસ્તાન સરકાર તેને ભારતથી બચાવતી રહે છે.
ઉલ્લેખીય છે કે પ્લોટ ખરીદનારનું કહેવું છે કે તેના મતે પ્લોટ ઘણો મોંઘો છે પરંતુ તેનો સર્વે નંબર તેના માટે ખાસ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તેમના માટે શુભ હોય છે. તે આ જમીન પર સનાતન સ્કૂલ બનાવવા માંગે છે. આ સિવાય રત્નાગિરી જિલ્લાના મુમ્બેક ગામમાં ચાર ખેતીની જમીન હતી જેની મૂળ કિંમત 19.22 લાખ રૂપિયા હતી. બે જમીન માટે બોલી લાગી શકી નથી.
170 ચોરસ મીટરના પ્લોટની મૂળ કિંમત 15440 રૂપિયા હતી, જેની 2.01 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. આ પ્લોટ અજય શ્રીવાસ્તવ નામના વકીલે ખરીદ્યો છે. આ પહેલા પણ તેણે દાઉદની ત્રણ પ્રોપર્ટી ખરીદી હતી. આમાં દાઉદનું બાળપણનું ઘર પણ સામેલ છે. આ પણ આ ગામમાં આવેલું છે. જ્યારે શ્રીવાસ્તવને પૂછવામાં આવ્યું કે શું તેઓ ખેતીની જમીન માટે વધુ ચૂકવણી કરે છે, તો તેમણે કહ્યું, હું સનાતની હિન્દુ છું. હું મારા પંડિતજી સાથે સહમત છું. આ પ્લોટનો સર્વે નંબર મારા માટે શુભ છે. હું આ પ્લોટ પર સનાતન સ્કૂલ બનાવવા માંગુ છું.
અજય શ્રીવાસ્તવ શિવસેનાના પૂર્વ નેતા પણ છે. તેણે કહ્યું કે 2020માં તેણે દાઉદનો બંગલો ખરીદ્યો હતો. ત્યાં સનાતન ધર્મ પાઠશાળા ટ્રસ્ટની રચના કરવામાં આવી. તેનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે. હવે સનાતન ધર્મ શાળા ખોલવાની છે. તમને જણાવી દઈએ કે આ હરાજી શુક્રવારે સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર એક્ટ 1976 હેઠળ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ
આ પણ વાંચો:NAGPUR/પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ…
