hijacked ship/ અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ

અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ થતા ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલ જહાજ માટે INS મોકલી  મદદ કરી. સમુદ્રમાં ભારતીય ક્રૂ સાથેના જહાજનું અપહરણ થતા દરિયાઈ સંકટ ઉભું થયું હતું.

Top Stories India
Mantay 12 અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ

અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ કરવામાં આવ્યું. ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલ જહાજ માટે INS મોકલી  મદદ કરી. સમુદ્રમાં ભારતીય ક્રૂ સાથેના જહાજનું અપહરણ થતા દરિયાઈ સંકટ ઉભું થયું હતું. ગુરુવારે અરબી સમુદ્રમાં ભારતીય ક્રૂ સભ્યો સાથેના ‘MV LILA NORFOLK’ જહાજનું અપહરણ કરવામાં આવ્યું. સોમાલિયાના દરિયા કાંઠે ગુરુવારે સાંજે પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર કર્મચારીઓ દ્વારા જહાજનું અપહરણ કરાયું હતું. સશસ્ત્ર કર્મચારીઓએ UKMTO પોર્ટલ દ્વારા અપહરણ કર્યાનો ચેતવણી આપતો સંદેશો મોકલ્યો હતો. ભારતીય નૌકાદળ અપહરણ કરાયેલા જહાજની મદદ માટે INS ચેન્નાઈ મોકલ્યું.

લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા જહાજમાં ત્વરિત નિર્ણય લઈ દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને વિનાશક INS ચેન્નાઈને ઘટના સ્થળે તૈનાત કર્યા, જે દરિયાઈ સુરક્ષા કામગીરી પર હતા. શુક્રવારે વહેલી સવારે ઝડપી કાર્યવાહીમાં, ભારતીય નૌકાદળના એરક્રાફ્ટે ક્રૂની સલામતીની સફળતાપૂર્વક ચકાસણી કરીને, હાઇજેક કરાયેલા જહાજને ઓવરફ્લાય કરવામાં અને સંપર્ક સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી. નૌકાદાળનું વિમાન જહાજની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું ત્યારે INS હાઈજેક કરાયેલા જહાજ તરફ આગળ વધી રહ્યું હતું.

ભારતીય નૌકાદળે કહ્યું છે કે આ પ્રદેશમાં કાર્યરત વિવિધ એજન્સીઓ અને બહુરાષ્ટ્રીય દળો (MNFs) સાથે સંકલન કરી સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સંકલિત પ્રયાસ નૌકાદળની સુરક્ષા અને દરિયામાં કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

છેલ્લા કેટલાક મહિનામાં આ દરિયાઈ પ્રદેશમાં ચાંચિયાગીરી હેરાનગતિની ઘટનાઓ વધી છે. નૌકાદળે હાલમાં ભારતીય દરિયાકાંઠાથી લગભગ 700 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં એમવી રુએનની જહાજને ચાંચિયાગીરીથી બચાવ્યું હતું. આ સિવાય 23 ડિસેમ્બરના રોજ એમવી કેમ પ્લુટો જહાજ કે જેમાં 22 ક્રૂ સભ્યો હતા જેમાં 21 ભારતીયોનો સમાવેશ થાય છે. આ જહાજ પોરબંદરથી મેંગલોર જઈ રહ્યું હતું ત્યારે 220 નોટિકલ માઈલ દક્ષિણ પશ્ચિમની આસપાસ આવ્યું ત્યારે ડ્રોન હુમલો કરાયો હતો.

એમવી કેમ પ્લુટોની ઘટનાના એક દિવસ પછી, ગેબન-ધ્વજવાળું કોમર્શિયલ ઓઈલ ટેન્કર, એમવી સાઈ બાબા, 25 ભારતીય ક્રૂ સભ્યો સાથે ભારત જઈ રહ્યા હતા, તે પણ અન્ય નોર્વેજીયન ધ્વજ ધરાવતા જહાજ સાથે દક્ષિણ લાલ સમુદ્રમાં ડ્રોન હુમલા હેઠળ આવ્યા હતા. ગુરુવારે સશસ્ત્ર કર્મચારીઓ દ્વારા જહાજ અપહરણ કરાયા બાદ ભારતે જણાવ્યું હતું કે તે આ પ્રદેશમાં અનેક વેપારી જહાજો પર આતંકવાદીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવતા વૈશ્વિક ચિંતાઓ વધી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલની આ ટિપ્પણી ભારતીય નૌકાદળના એક દિવસ બાદ આવી છે જ્યારે ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં તેના જહાજો અને વિમાન સર્વેલન્સ જાળવવા અને દરિયાઈ સુરક્ષા કામગીરી હાથ ધરવા માટે “મિશન તૈનાત” રહે છે. ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઇરાન સમર્થિત હુથી આતંકવાદીઓ પોતાની માંગ પૂરી કરવા લાલ સમુદ્રમાં ઘણા વેપારી જહાજોને  નિશાન બનાવી રહ્યા છે.