વડોદરા/ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકીના ત્રણ શખ્શો ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચે વડોદરામાંથી ત્રણ આરોપીઓની ઝડપાઈ કરી મોબાઇલ ફોન, લેપટોપ અને સીમ કાર્ડ જપ્ત કર્યા હતા.આ નેટવર્કનું ઓપરેટ દુબઈથી  કરવામાં આવી રહ્યું હતું.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 14 ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકીના ત્રણ શખ્શો ઝડપાયા

Vadodara News: વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.જેને લઈ વડોદરા સાયબર ક્રાઇમના પીઆઈએ નિવેદન આપ્યું છે.જેમાં આરોપીઓ ક્રિપ્ટો કરન્સીની વેબસાઈટ બનાવીને ઓનલાઈન પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વડોદરામાંથી ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા છે સાથે તેમની પાસે રહેલ  મોબાઇલ ફોન, લેપટોપ અને સીમ કાર્ડ જપ્ત કર્યા હતા.આ નેટવર્કનું ઓપરેટ દુબઈથી  કરવામાં આવી રહ્યું હતું. જ્યાર બાદ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા આઠ દિવસના રિમાન્ડ મળ્યા છે.હાલ,છેતરપિંડીના ગુનામાં અન્ય આરોપીઓની ધરપકડ કરવા સાયબર ક્રાઇમએ 2 ટીમો બનાવી છે.

સાયબર ક્રાઇમના પીઆઈ બી એન પટેલે નિવેદનમાં જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ વડોદરાના જ છે.આરોપીઓને કોર્ટમાં રજુ કરતા આઠ દિવસના રિમાન્ડ મળ્યા છે.આરોપીઓએ ક્રિપ્ટો કરન્સી ની વેબસાઈટ બનાવી હતી.વેબસાઈટના યુવકના વોલેટમાં વર્ચ્યુઅલ એક કરોડ 6 લાખનું બેલેન્સ બતાવતું હતું.

અમન શાહને વોલેટ જોયા બાદ વિશ્વાસ કરતા તબક્કાવાર 82 લાખ 67 હજાર ચૂકવ્યા હતા.આરોપીઓ વિરુદ્ધ દેશભરમાંથી 20 જેટલી ફરિયાદો નોંધાઈ છે.માત્ર દસ દિવસમાં 1.81 કરોડ ઉપરાંતનું આરોપીઓએ બેંક ટ્રાન્જેક્શન કર્યું છે.

ટેલિગ્રામ આઈડી પર ચેક કરતા દુબઈથી નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું છે.આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન લેપટોપ અને સીમ કાર્ડ કરાયા કબજે કર્યા છે. સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેક્નીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્ટ સોર્સીસની મદદથી તપાસ કરી આ ગુનાના કામે વપરાયેલા સીમકાર્ડ અને બેન્ક એકાઉન્ટ હોલ્ડરોની માહિતી અમદાવાદ તથા દિલ્હી ખાતેની આવતી હોય ત્યાં તપાસ માટે ટીમ રવાના કરી તમામ કૌભાંડનો પર્દાફાશ કરી ઠગ ટોળકીના શખ્શોને ઝડપી પાડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો