Bharuch/ મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

ભરૂચ (Bharuch City) શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા સર્કલ (Mahamadpura Circle) પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્ષના નામથી મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો (Suspicious Transactions) વગર લાયસન્સએ કરાતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 30T161634.172 મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

@Vasu Parmar

Bharuch News: ભરૂચમાં ચાલતા મની એક્સચેન્જ (Money Exchange)ની આડમાં ફોરેન કરન્સી (Foreign Currency) એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્કનો SOG પોલીસે પર્દાફાશ કરી રૂપિયા 56.22 લાખ ઉપરાંતની કરન્સી સાથે બે ઇસમોની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

WhatsApp Image 2024 01 30 at 4.14.48 PM મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

ભરૂચ (Bharuch City) શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા સર્કલ (Mahamadpura Circle) પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્ષના નામથી મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો (Suspicious Transactions) વગર લાયસન્સએ કરાતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (Special Operation Group)ના કર્મીઓને મળતાં તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી.

WhatsApp Image 2024 01 30 at 3.51.51 PM મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ રહેવાસી મનુબરની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની રૂપિયા 500નાં દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ રૂપિયા 38 લાખ 43 હજાર 134નો મુદ્દામાલનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પ્લેક્ક્ષમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારીયા ગામના રહેવાસી મહંમદ આરીફ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્ષચેન્જ કરી ભારતીય કરન્સી (Indian Currency) આપતો હોવાની માહિતી મળી હતી. જે બાતમીના આધારે SOG દ્વારા તપાસ કરી મામાલે મહમ્મદ આરીફ યુનુસ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500 ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 17 લાખ 79 હજાર 372નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પરંતુ પોલીસ તપાસમાં ઈસમોએ આ મામલે કોઈ સંતોષકારક જવાબો ન આપતાં બંને ઈસમોની ધરપકડ કરી કુલ રૂપિયા 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ SOG પોલીસે CRPC 102 અને 42 1 D મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો

આ પણ વાંચો:જામનગરમાં નોટિસ છતાં દુકાનો ખાલી ન કરાતા સીલ કરાઈ