JMC/ જામનગરમાં નોટિસ છતાં દુકાનો ખાલી ન કરાતા સીલ કરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસના ફ્લેટ, કે જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી ખાલી કરી દેવાની આખરી મહેતલ આપી દેવાયા પછી પણ તેમાં કેટલાક લોકો ગેરકાયદે રીતે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો બનાવી લીધી હતી. તે પૈકીની ૧૪ જેટલી દુકાનોને….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 30T142518.355 જામનગરમાં નોટિસ છતાં દુકાનો ખાલી ન કરાતા સીલ કરાઈ

@Sagar Sanghani

Jamnagar News: જામનગરના અંધ આશ્રમ વિસ્તારમાં આવેલા ૧૪૦૪ આવાસોને ખાલી કરવાની આખરી મહેતલ (Notice) છતાં ચાલુ રહેલી ૧૪ દુકાનોને (Shops) સીલ (Seal) કરાઇ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસના ફ્લેટ, કે જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી ખાલી કરી દેવાની આખરી મહેતલ આપી દેવાયા પછી પણ તેમાં કેટલાક લોકો ગેરકાયદે રીતે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો બનાવી લીધી હતી. તે પૈકીની ૧૪ જેટલી દુકાનોને આજે સીલ કરવામાં આવી છે. જેથી દોડધામ થઇ છે.

WhatsApp Image 2024 01 30 at 12.04.51 PM 1 જામનગરમાં નોટિસ છતાં દુકાનો ખાલી ન કરાતા સીલ કરાઈ

અંધાશ્રમ પાસેના આવાસ(Residence) ખૂબ જ જર્જરિત બની ગયા હોવાથી મહાનગરપાલિકા (Jamanagar Municipal Corporation) દ્વારા ખાલી કરી દેવા સૂચના અપાઇ હતી અને તે જગ્યા ખુલ્લી કરી ત્યાર પછી તેમાં નવા ફ્લેટ તૈયાર કરીને મૂળ ફ્લેટ ધારકોને તેમાં વધારે સુવિધા યુક્ત ફલેટ ફાળવવામાં આવશે, તેવી યોજના ઘડી કાઢવામાં આવી છે. પરંતુ હજુ પણ કેટલાક ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી કરતા નથી, અને જર્જરિત આવાસમાં વસવાટ કરે છે. જેથી તેમના પર જોખમ તોડાઈ રહ્યું છે.

WhatsApp Image 2024 01 30 at 12.04.50 PM 1 જામનગરમાં નોટિસ છતાં દુકાનો ખાલી ન કરાતા સીલ કરાઈ

આ ઉપરાંત કેટલાક ફ્લેટ ધારકો કે જેઓએ ગ્રાઉન્ડ ફ્લોરમાં પોતાના ફ્લેટમાં ગેરકાયદે દુકાનો ખડકી દીધી છે, અને તે દુકાનો હજુ સુધી ચાલુ રાખી હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ તથા અન્ય જુદા જુદા વિભાગના અધિકારીઓની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી. અને  ગેરકાયદે ચાલી રહેલી ૧૪ દુકાનો પર જામનગર મહાનગરપાલિકાના સીલ મારી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીને લઈને ભારે નાસભાગ મચી ગઈ હતી.

આવાસના દુકાનદારો કે જેઓએ પોતાનો માલ સામાન કાઢવા માટેની રજૂઆત કરતાં તેમને મહાનગરપાલિકાની કચેરીએ આવીને એસ્ટેટ શાખાની ટુકડીનો સંપર્ક સાધી દુકાનો ખાલી કરી દેવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે તેવું જણાવ્યું છે.

જયારે અન્ય કેટલાક ફ્લેટ ધારકો હજુ તેમાં વસવાટ કરતા હોવાથી તેઓને આજે ફરીથી માઈક દ્વારા સૂચના આપી આવાસને ખાલી કરી દેવા માટેની ચેતવણી અપાઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો