Not Set/ રાજીવ ગાંધી સન્માન ધમાસાણ : રાજીનામું આપ્યા બાદ અલ્કા લાંબાને મળ્યું કોંગ્રેસનું સમર્થન

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં હાલમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ રાજકારણમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપવામાં આવેલ દેશના સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન”ને પાછુ લેવાને લઇ ધમાસાણ ચાલી રહ્યું છે. ૧૯૮૪ના શીખ રમખાણોને લઇ રાજીવ ગાંધીને આપવામાં આવેલા ભારત રત્નનું સમ્માન પાછા લેવાની માંગ આપ દ્વારા કરાઈ હતી, જેનો અલ્કા લાંબાએ વિરોધ કર્યો […]

Top Stories India Trending
alka lamba rajiv gandhi arvind kejriwal aap રાજીવ ગાંધી સન્માન ધમાસાણ : રાજીનામું આપ્યા બાદ અલ્કા લાંબાને મળ્યું કોંગ્રેસનું સમર્થન

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીમાં હાલમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ રાજકારણમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપવામાં આવેલ દેશના સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન”ને પાછુ લેવાને લઇ ધમાસાણ ચાલી રહ્યું છે.

rajiv gandhi 1534664812 રાજીવ ગાંધી સન્માન ધમાસાણ : રાજીનામું આપ્યા બાદ અલ્કા લાંબાને મળ્યું કોંગ્રેસનું સમર્થન
national-aap-mla-alka-lamba-quit-rajiv-gandhi-bharat-ratna-issue-congress support

૧૯૮૪ના શીખ રમખાણોને લઇ રાજીવ ગાંધીને આપવામાં આવેલા ભારત રત્નનું સમ્માન પાછા લેવાની માંગ આપ દ્વારા કરાઈ હતી, જેનો અલ્કા લાંબાએ વિરોધ કર્યો હતો  જો કે ત્યારબાદ અલ્કા લાંબાના પાર્ટી દ્વારા તેઓનું રાજીનામું લેવામાં આવ્યું છે, પરંતુ હવે આ મામલે તેઓને કોંગ્રેસનો સાથ મળી રહ્યો છે.

દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય માકને અલ્કા લાંબાને સમર્થન આપતા કહ્યું હતું કે, “જો આ પ્રકારે છે તો તમે આ યોગ્ય કર્યું છે. રાજીવ જી દેશ માટે શહીદ થયા છે, અને અમે તેઓની કુર્બાની કેવી રીતે ભૂલી શકીએ છીએ ?

જે આજ દિવસ સુધી ભાજપ કરી શકી નથી, તે ભાજપની B ટીમ, આપે કર્યું છે.

તમારા (અલ્કા લાંબા) ટ્વિટ સાથેના સંલગ્ન પ્રસ્તાવ, કોઈ પણ શંકાને દૂર કરી શકે છે. આ પ્રસ્તાવની અમે નિંદા કરીએ છીએ”.

https://twitter.com/LambaAlka/status/1076169781324251136

શું છે આ મામલો ?

દિલ્હીમાં વર્તમાન સત્તાધારી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભામાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને આપવામાં આવેલા ભારત રત્નને પાછો લેવા માટે એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. જો કે આ પ્રસ્તાવ રજૂ કરવાની સાથે આપના ધારાસભ્ય અલ્કા લાંબાએ પોતાને પાર્ટીના નિર્ણયથી અલગ કરી લીધા છે.

Alka lamba IE.jpg?zoom=0 રાજીવ ગાંધી સન્માન ધમાસાણ : રાજીનામું આપ્યા બાદ અલ્કા લાંબાને મળ્યું કોંગ્રેસનું સમર્થન
national-aap-mla-alka-lamba-quit-rajiv-gandhi-bharat-ratna-issue-congress support

દિલ્લી વિધાનસભામાં આપ આદમી પાર્ટી દ્વારા ૧૯૮૪ શીખ હિંસા મામલે રાજીવ ગાંધીને આપેલું ભારત રત્નનું સમ્માન પાછુ લઇ લેવાની કેન્દ્ર સરકાર સાથે માંગ કરી હતી અને તેનો પ્રસ્તાવ વિધાનસભામાં મુક્યો હતો.

અલ્કા લાંબાએ કહ્યું હતું કે, “હું એ વાતથી સહમત નથી કે રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રત્ન એવોર્ડ પાછો લઇ લેવામાં આવે. હું મારા નિર્ણય પર અડગ રહીશ. આ માટે મારે જે પરિણામ ભોગવવું પડશે તેના માટે હું તૈયાર છું”.