દુર્ઘટના/ વાપી GIDCમાં લાગેલી આગમાંથી કંપનીના કાટમાળ નીચેથી મળ્યા મૃતદેહ

આગ ની ઘટના બાદ કામદારો એક દિવસ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ કંપની સંચાલકો ને કરી હતી રાવ, જોકે 3 કામદારો ગાયબ હોવા છતાં કંપની સંચાલકો એ સેવ્યું હતું મૌન

Top Stories Gujarat Others Breaking News
આગ ની ઘટના બાદ કામદારો એક દિવસ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ કંપની સંચાલકો ને કરી હતી રાવ, જોકે 3 કામદારો સુપ્રિત કેમિકલ્સ
  • 3 કામદારો ના અર્ધ સળગેલી હાલતમાં મળ્યા મૃતદેહ
  • કંપની ના કાટમાળ નીચે થી મળ્યા મૃતદેહ

વાપી જીઆઇડીસી થર્ડે ફેસ સ્થિત સુપ્રિત કેમિકલ્સ કંપનીમાં શુક્રવારે સવારે 6થી 7 વચ્ચે યુનિટ-3માં અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જેને લઇ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી હતી. આગને પગલે ફાયર વિભાગને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતા.

અંદર કેમિકલ હોવાથી ફોમનો ઉપયોગ કરાયો હતો. તે છતાં મોડી રાત્રે આગ કાબૂમાં આવ્યો હતો. તે દરમિયાન કંપનીમાં કામ કરતો કોચરવાનો કામદાર ઘરે ન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કામદારની પત્નીએ કંપનીને આ અંગે જાણ કર્યા બાદ વધુ બે કામદારો પોતપોતાના ઘરે ન પહોંચ્યા હોવાની જાણ થતા આ અંગે જીઆઇડીસી પોલીસમાં જાણ કરાઇ હતી.

આપી વાપી GIDCમાં લાગેલી આગમાંથી કંપનીના કાટમાળ નીચેથી મળ્યા મૃતદેહ

મોડી રાત સુધી પોલીસે શોધખોળ કરતા કંપનીમાંથી ત્રણેય કામદારોની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી હતી. જેથી શનિવારે તમામની લાશને ચલા સીએચસી ખાતે લઇ જઇ મામલતદારની હાજરીમાં પોસ્ટમાર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. જીઆઇડીસી પોલીસે આ કેસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે કેમ તે અંગે બનાવવાળી જગ્યાની મુલાકાત લેવા નોટીફાઇડ ડીજીવીસીએલ કંપનીને જાણ કરી છે. ત્રણેયના પરિવારને વળતર ચૂકવી ઇન્શ્યુરન્સના રૂપિયા માટે કંપની મદદરૂપ થઇ રહી છે.

મોડી રાત્રે આગ કાબુમાં આવતા કંપનીમાં તપાસ કરતા પોલીસને કર્મચારી મોહમ્મદ અસલમ મોહમ્મદ વાહીદ ઉ.વ.39 રહે.કોચરવા વિજયભાઇની ચાલીમાં મુળ યુપી, રાજુ લક્ષ્મણ પ્રસાદ પ્રજાપતિ ઉ.વ.26 રહે.કરવડ અલ્પેશભાઇની ચાલીમાં મુળ એમપી અને અનીલ ફોજદારી પ્રસાદ જયસ્વાલ ઉ.વ.45 રહે.કોચરવા કોળીવાડ ગંગાભાઇની ચાલીમાં મુળ બિહારની લાશ અર્ધ સળગેલી હાલતમાં મળી આવી હતી.

Fun Street/ વડોદરાવાસીઓને જોડવા યોજાયેલા રમતોના આનંદ મેળા – ફન સ્ટ્રીટમાં ઉમટી માનવ મેદની