Gujarat/ પૂર્વ CM માધવસિંહ સોલંકીનાં પાર્થિવદેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કહેવાતા માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ હવે પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે, VS પાસે આવેલા સ્મશાન ગૃહમાં તેમનો અંતિમ સંસ્કાર કરાયો છે….

Ahmedabad Gujarat
Makar 122 પૂર્વ CM માધવસિંહ સોલંકીનાં પાર્થિવદેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર
  • માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન
  • VS પાસેના સ્મશાન ગૃહમાં કરાયા અંતિમ સંસ્કાર
  • રાજકીય સન્માન સાથે અપાયું ગાર્ડ ઓફ ઓનર
  • ગુજરાતના પૂર્વ સીએમ હતા માધવસિંહ સોલંકી
  • 4 વખત સીએમ રહી ચુક્યા હતા માધવસિંહ

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કહેવાતા માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ હવે પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે, VS પાસે આવેલા સ્મશાન ગૃહમાં તેમનો અંતિમ સંસ્કાર કરાયો છે. વળી તેમને રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ.

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે 93 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ 4 વખત ગુજરાતનાં મુખ્ય પ્રધાન રહ્યા હતા અને વિદેશ પ્રધાન પદ પણ સંભાળ્યો હતો. તેમનો જન્મ 30 જુલાઈ 1927 નાં રોજ ગુજરાતનાં કોળી પરિવારમાં થયો હતો. ગુજરાતનાં રાજકારણ અને જાતિગતનાં સમીકરણોનો ઉપયોગ કરીને સત્તા પર આવેલા માધવસિંહ સોલંકીને ખામ સિદ્ધાંતનાં પિતા માનવામાં આવે છે.

માધવસિંહ સોલંકીની આ શરતથી ગુજરાતનો પટેલ સમાજ તેમનાથી દૂર રહ્યો અને ભવિષ્યમાં ભાજપ સાથે થઇ ગયો. સોલંકી વ્યવસાયે વકીલ હતા અને ક્ષત્રિય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ સૌ પ્રથમ 1977 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 1980 ની વિધાનસભા ચૂંટણીના 182 માં 141 બેઠકો જીતી. તે સમયે ભાજપને માત્ર 9 બેઠકો મળી હતી.

દાયકાઓ સુધી યાદ કરવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ‘માધવસિંહ સોલંકી અજેય નેતા હતા. દાયકાઓ સુધી તેમણે ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવી. સમાજને મજબૂત કરવા માટે તેઓ હંમેશાં યાદ રહેશે. તેમના પુત્ર ભરતસિંહ સોલંકી સાથે વાત થઇ. સમગ્ર પરિવાર પ્રત્યે મારો શોક છે.’

જુઓ સમગ્ર અહેવાલ મંતવવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો