Election/ કેન્દ્રીય ચૂંટણીપંચ આજથી બે દિવસ ગુજરાતમાં, કલેકટરો અને પોલીસ વડાઓ સાથે કરશે બેઠક

જ્યમાં ચૂંટણી અંગેની સમીક્ષા બેઠક માટે કેન્દ્રીય ચૂંટણીપંચ પણ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે

Top Stories Gujarat
7 36 કેન્દ્રીય ચૂંટણીપંચ આજથી બે દિવસ ગુજરાતમાં, કલેકટરો અને પોલીસ વડાઓ સાથે કરશે બેઠક
  • કેન્દ્રીય ચૂંટણીપંચ આજથી બે દિવસ ગુજરાતમાં
  • બે દિવસ ગુજરાતમાં વિવિધ બેઠકમાં આપશે હાજરી
  • કેન્દ્રીય ચૂંટણીપંચ વ્યવસ્થાની કરશે સમીક્ષા
  • મુખ્ય ચૂંટણી કમિશ્નર આવશે ગુજરાત
  • રાજ્યના તમામ કલેકટર સાથે કરશે બેઠક
  • વ્યવસ્થાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે.રાજ્યમાં ચૂંટણી અંગેની સમીક્ષા બેઠક માટે કેન્દ્રીય ચૂંટણીપંચ પણ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. ટીમ જિલ્લાઓના કલેક્ટર અને પોલીસ વડાઓની સાથે મતદાર યાદી, મતદાર મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાથે જ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાનાઓ ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપશે, સાથે જ સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા  અંગેની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે ગત 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચના 9 સભ્યોનું ડેલિગેશન 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવી હતી. જેમાં મતદાર યાદી સુધારણા સહિતના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી.