Not Set/ અયોધ્યા મામલો : મુસ્લિમ પક્ષકારનાં વકીલનો સનસનીખેજ દાવો, મુસલમાનને નમાઝ અતા કરતા હિન્દુઓએ રોક્યા

આજે રામ મંદિર પર સુનાવણીનો 18 મો દિવસ છે. મુસ્લિમ પક્ષો સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો કરી રહ્યા છે. મુસ્લિમ પક્ષો વતી એડવોકેટ રાજીવ ધવને એક સનસનાટીભર્યો દાવો કરતા કહ્યુ કે, હિન્દુઓએ મુસ્લિમ સમાજને નમાઝ અતા કરવા રોક્યા હતા. એટલું જ નહીં, વિવાદિત ઢાંચામાં આસ્થાનાં આધારે તેમણે મૂર્તિની સ્થાપના પણ કરી. Ayodhya land dispute case: Supreme […]

Top Stories India
SC3 અયોધ્યા મામલો : મુસ્લિમ પક્ષકારનાં વકીલનો સનસનીખેજ દાવો, મુસલમાનને નમાઝ અતા કરતા હિન્દુઓએ રોક્યા

આજે રામ મંદિર પર સુનાવણીનો 18 મો દિવસ છે. મુસ્લિમ પક્ષો સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો કરી રહ્યા છે. મુસ્લિમ પક્ષો વતી એડવોકેટ રાજીવ ધવને એક સનસનાટીભર્યો દાવો કરતા કહ્યુ કે, હિન્દુઓએ મુસ્લિમ સમાજને નમાઝ અતા કરવા રોક્યા હતા. એટલું જ નહીં, વિવાદિત ઢાંચામાં આસ્થાનાં આધારે તેમણે મૂર્તિની સ્થાપના પણ કરી.

આ સાથે સુપ્રીમ કોર્ટે ચેન્નાઈનાં પૂર્વ પ્રોફેસર એન. ષણમુગમ સામે પણ નોટિસ ફટકારી છે. ષણમુગમ પર રાજીવ ધવનને સુન્ની વકફ બોર્ડની ક્રોસ-તપાસ કરવાનું બંધ કરવાની ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોર્ટે આ સંદર્ભમાં બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

આરએસએસ એ મુસ્લિમ પક્ષની દલીલ પર પ્રતિક્રિયા આપી છે. ઇંદ્રેશ કુમારે કહ્યું કે, હવે મુસ્લિમ પક્ષનો પાખંડ સામે આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ખોદકામનાં પુરાવા સામે છે. હજારો વર્ષોથી મંદિર ત્યાં હતુ. ભારત અને વિશ્વનાં દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે જ્યારે મક્કા મેદિના, વેટિકન સિટી, સારનાથ જેવી જગ્યાઓની ઐતિહાસિકતાને માને છે ત્યારે તે જ તર્જ પર, હિન્દુઓની ભાવનાનું સમ્માન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.