ભીષણ આગ/ બાંગ્લાદેશની ફેક્ટ્રીમાં લાગી આગ, 40 થી વધુ લોકોનાં મોત

બાંગ્લાદેશમાં એક ફેક્ટરીમાં ભારે આગનાં સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફેક્ટરીમાં લાગેલી આગને કારણે 40 લોકોનાં મોત નીપજ્યાં હોવાનુ સામે આવી રહ્યુ છે

Top Stories World
11 227 બાંગ્લાદેશની ફેક્ટ્રીમાં લાગી આગ, 40 થી વધુ લોકોનાં મોત

બાંગ્લાદેશમાં એક ફેક્ટ્રીમાં ભારે આગનાં સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફેક્ટરીમાં લાગેલી આગને કારણે 40 લોકોનાં મોત નીપજ્યાં હોવાનુ સામે આવી રહ્યુ છે, જ્યારે અત્યાર સુધીમાં 30 થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે.

અંકલેશ્વર સુટકેસ મર્ડર મિસ્ટ્રી / બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેઇલ કરી નાણાં પડાવવામાં ઘાતકી હત્યા,રીક્ષા ચાલક સહિત 4ની ધરપકડ

મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામા આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફેક્ટરીમાં લાગેલી આગ બાદ લોકોએ પોતાનો જીવ બચાવવા ઉંચી ઇમારત પરથી કૂદકો મારી દીધો હતો, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ડઝનબંધ લોકો હજી પણ ગૂમ છે, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.

હાયરે કોરોના / મહામારી રોકવામાં આ રાજ્યો અસફળ, કેન્દ્રે ટીમ મોકલી મુકાબલો કરવા શીખવશે પદ્ધતિ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે કારખાનામાં આગ લાગી હતી તે ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરી છે. તાજેતરમાં સામે આવી રહેલી માહિતી અનુસાર, ભીષણ જ્વાળાઓમાં ફસાયેલા ઓછામાં ઓછા 52 લોકો આ ભારે આગમાં મૃત્યુ પામ્યા છે. જેમાં ઘણા શ્રમિકો ફેક્ટરીની ઉંચી ઇમારતથી પોતાનો જીવ બચાવવા નીચે કૂદી પડેલા જોવા મળ્યા છે. સમાચાર એજન્સી એએફપીની રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 25 કિમી પૂર્વમાં એક ઔદ્યોગિકક શહેર રૂપગંજમાં સ્થિત કારખાનામાં ગુરુવારે જ આગ લાગી ગઇ હતી, જે આજે 24 કલાક પછી પણ શાંત થઇ નથી. પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે, ગુરુવારે સાંજે પાંચ વાગ્યે રૂપગંજમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજ ફેક્ટ્રીમાં આગ લાગી હતી, જેમાં 52 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે.